ક્રાઇમ પેટ્રોલ જેવો કિસ્સો સામે આવ્યો: એક અજાણી લાશે કર્યો અન્ય મર્ડરનાં ષડયંત્રનો ખુલાસો, કિસ્સો વાંચીને ચકરાવે ચડી જશે મગજ
કાનપુરની એક નદી પાસેથી થોડા દિવસ પહેલાં એક મહિલાની લાશ પોલીસને મળી આવી હતી જે બાદ આ કેસમાં (Police Case)જે પણ તથ્યો સામે આવ્યાં તે ખુબજ ચોંકાવનારા હતાં. આ કેસમાં મર્ડર એક જ મહિલાનું થયુ હતું પણ પોલીસ બે લાશ અંગે શોધખોળ કરી રહી હતી. એક વ્યક્તિએ પોતાની પત્નીનું મર્ડર કરી દીધુ અને પછી લાશને ઠેકાણે પણ લગાવી દીધી. તેને વિશ્વાસ હતો કે જે રીતે તેણે લાશને દૂર જઇ ફેંકી છે તે રીતે કોઇને પણ તેનાં પર શંકા નહીં જાય. તેથી તે બેફિકર થઇને ફરતો હતો. પણ તે જ વ્યક્તિનાં શહેરથી થઇને પસાર થતી નદીમાંથી પોલીસને થોડા દિવસ પહેલાં એક મહિલાની લાશ મળી આવી. જે બાદ આ મામલે જેંકઇ પણ સામે આવ્યું તે ચોકાવનારુ હતું. આ કેસમાં મર્ડર તો એક જ મહિલાનું થયુ હતું પણ પોલીસ તપાસ બે લાશ અંગે કરી રહી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશનાં કાનપુર શહેરની છે.
22 ડિસેમ્બર 2021 કાનપુર, યૂપીની આ વાત છે. કૌશલપુરી વિસ્તારમાં રહેનારી 36 વર્ષિય ગૃહિણી અંજના અચાનકથી તેનાં ઘરમાંથી ગૂમ થઇ ગઇ છે. ઘરવાળાએ તેમની રીતે તેને શોધવાનો ખુબ જ પ્રયાસ કર્યો પણ તેમને કોઇ જ સુરાગ મળ્યો નહીં. જે બાદ પહેલાં અંજનાની બહેન બબલીએ તેનાં ગૂમ થવાની ફરિયાદ નોંધાવી અને પછી અંજાનાનાં પતિ સુલભે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે, સુલભે તેની ફરિયાદમાં જણાવ્યું કે, તેની પત્ની તેનાંથી નારાજ થઇને ક્યાંય જતી રહી છે. જ્યારે બહેન બબલીએ અંજાનાનાં ગૂમ થવા પર તેનાં બનેવી સુલભ પર આરોપ લગાવ્યો. તેનું કહેવું હતું કે, સુલભે તેની બહેનને મારી નાંખી છે.
જોકે પોલીસે બંનેની ફરિયાદ પર વધુ ધ્યાન આપ્યું ન હતું. પણ જ્યારે બબલીની સાથે સાથે પરિવારનાં અન્ય લોકોએ પણ નજીરબાદ થાણાને ઘેરી લીધુ ત્યારે પોલીસે રિપોર્ટ દાખલ કરી. પણ પોલીસ અંજના સુધી પહોંચે તે પહેલાં 7 જાન્યુઆરીનાં કાનપુરની પનકી નહરથી એક મહિલાની લાશ મળી હતી. લાશ ઘણાં દિવસ જુની હતી. જેથી તેને ઓળખવી મુશ્કેલ હતી. પણ અંજનાની બહેન બબલીએ લાશને જોતા જ ઓળકી લીધી અને કહ્યું કે, આ લાશ તેની બહન અંજનાની છે. અંજનાનો પતિ સુલભ જ શંકાનાં દાયરામાં હતો એવામાં લાશ મળતાં જ પોલીસે તેનાં પર સખ્તી શરૂ કરી દીધી.
પોલીસે સુલભનાં ઘરની આસપાસ લાગેલાં CCTV ફૂટેજ અને અંજના ગૂમ થઇ તે દિવસનો ચિતાર તપાસવાનો પ્રયાસ કર્યો આ પ્રયાસમાં સુલભ સંપૂર્ણ ફસાયઇ ગયો. અસલમાં CCTV ફૂટેજમાં સુલભ એક કારમાં એક બોરી મુકતો નજર આવે છે સવાલ એ છે કે, ક્યાંક બોરીમાં અંજનાની લાશ તો નથી ને?
સત્ય સામે આવતા પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદ માંગી, એક્સપર્ટે તે કારની તપાસ કરી જેમાંથી માલૂમ થયુ કે, હત્યા બાદ કારની સફાઇ કરાવી દેવામાં આવી છે. છતાં પણ કારમાં લોહીનાં ડાઘા હતાં હવે સુલભનાં સામે સત્ય કબુલવા સીવાય કોઇ જ ઉપાય ન હતો. એવામાં તેણએ ન ફક્ત તેની પત્ની અંજનાનું ખુન કરવાની વાત માની પણ તેની લાશ ઠેકાણે કરવાની જે કહાની કહી તે ખુબજ ખૌફનાક હતી. પોલીસની માનીયે તો, સુલભ લગ્નેત્તર સંબંધમાં હતો. તેનું કિરણ નામની યુવતી સાથે અફેર હતું. અને આ અંગે પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. ક્રોકરી બિઝનેસમાં સુલભ અને અંજનાએ 2008માં લવ મેરેજ કર્યા હતાં. તેમને આ લગ્નથી બે દીકરા હતાં. એક 11 વર્ષનો અને એક પાંચ વર્ષનો હતો.
ગત વર્ષની 22 ડિસેમ્બરનાં રોજ સુલભનાં એક દીકરાને કોલ્ડ્રિંકની જીદ કરી. મા અંજનાએ કોલ્ડ્રિંક આપવાની ના પાડી તો સુલભનાં કાકાનાં ભાઇ ઋષભ બાળકોને કોલ્ડ ડ્રિંક અપાવવાં ઘરની બહાર લઇ ગયો. આ વાત તે દિવસે અંજના અને સુલભ વચ્ચે ઝઘડાનો વિષય બની ગઇ. ગુસ્સામાં સુલભે અંજનાને લાફો મારી દીધો અને અંજના પણ સુલભનો કોલર પકડી લીધો. બસ આ જ ઝઘડો હત્યાનું કારણ બન્યું. અને સુલભે અંજનાનું ગળુ દબાવી હત્યા કરી નાંખી. જે બાદ તેણે લાશ એક બોરીમાં ભરી અને કારમાં મુકી જેની ફૂટેજ CCTVમાં પોલીસને મળી હતી. પુછપરછમાં સુલભે જણાવ્યું કે, લાશને સગે વગે કરતાં પહેલાં તે રાયપુરવામાં તેની ગર્લફ્રેન્ડનાં ફ્લેટ પર પહોંચ્યો હતો.
જ્યાં સુલભનો સાથ આપવા તેની ગર્લફ્રેન્ડ કિરણ, તેનાં પિતા રામ દયાલ અને સુલભનો કાકાનો દીકરો પહેલાંથી જ હાજર હતાં. પહેલાં તો ચારેયએ મળીને લાશને ખરાબ રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો તેનાં પર પેટ્રોલ છાંટી તેને બાળવાનો પ્રયાસ કર્યો પણ ધુમાડો થતા તેઓ ગભરાઇ ગયા અને તેમણે આગ ઓલવવાંનો પ્રયાસ કર્યો જેમાં તેમનાં નખમાં અંજનાનાં માંસો ટુંકડો અને લોહીંના ડાઘા પડી ગયા હતાં. આ ડાઘા જતા રહે એટલે તેમણે ફ્લેટમાં કલર કામ પણ કરાવી દીધુ હતું જોકે ફોરેન્સિક તપાસમાં બેંજાડીન ટેસ્ટ દરમિયાન આ કારસ્તાન પકડાઇ ગયુ હતું.
પોલીસને આરોપીનાં જેકેટ, ચંપલ અને અન્ય વસ્તુઓ પરથી પણ લોહીનાં નિશાન મળ્યાં અને પોલીસે સુલભની સાથે સાથે તેની ગર્લફ્રેન્ડ અને તેનાં પિતા અને કાકાનાં દીકરાને પૂરાવા નષ્ટ કરવાનાં ગૂનામાં અરેસ્ટ કરી લીધા છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે માલૂમ પડ્યું કે, જે લાશને તેઓ અંજનાની સમજતા હતાં તે અંજનાની ન હતી. અંજનાનો દીકરો પણ આ વાત માનવા તૈયાર ન હતો કે આ લાશ તેની માતાની છે. અને તે તેને મુખાગ્નિ આપવા પણ તૈયાર ન હતો. જોકે પરિવારજનોનાં સમજાવવા પર તેણે આ વાત માની હતી. તો બીજી તરફ સુલભ પણ એ વાતે મક્કમ હતો કે તેણે અંજનાની લાશ પનકી નહેરમાં નહીં પણ પાંડુ નદીમાં ફેકી હતી જે તદ્દન વિરુદ્ધ દિશામાં હતી. પણ હજુ સુધી અંજનાની લાશ મળી નથી. ત્યારે અંજનાની લાશ ક્યાં છે અને આ જે લાશ મળી છે તે કોની છે તે અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..