સુરતમાં પત્ની પર અનૈતિક સબંધની આશંકા રાખી હેવાન પતિએ મોતને ઘાટ ઉતારી, આવેશમાં આવી પત્નીને બેરહેમીથી ફટકારતા બ્રેન હેમરેજના કારણે પત્નીનું મોત

સુરત શહેરના અમરોલીના ઉત્રાણના હળપતિવાસમાં 7 વર્ષથી પ્રેમલગ્ન કરીને રહેતી યુવતી ઉપર ચારિત્ર્યની શંકા રાખી પતિએ જ ઢોર માર મારી હત્યા કરી નાંખી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્રાણના હળપતિવાસમાં જીતેશ્વર મહાદેવની ચાલમાં રહેતી આરતીબેન સુરજ કુર્મી પટેલને 17મીએ બપોરે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે તેનો પતિ લઇ આવ્યો હતો. આ મહિલાને શરીરમાં ઢોર મારની ઇજા હતી. માથામાં હેમરેજ થઇ જવાને કારણે સારવારના થોડાંક કલાકમાં જ તેનું મૃત્યુ થઇ ગયું હતું. આરતીબેનના મૃત્યુ સાથે જ તેનો પતિ ફરાર થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

આથી અમરોલી પોલીસે તપાસ કરતાં આ મહિલાને તેના પતિએ જ બેરહેમીથી ફટકારીને ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. કતારગામ આંબા તલાવડી ગિરનારી મહોલ્લામાં રહેતાં મૃતકના ભાઇ સુરેશ રાઠોડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેની બહેન આરતીએ 7 વર્ષ પહેલાં સૂરજ કુર્મીપટેલ સાથે ભાગીને લગ્ન કર્યા હતા.

છેલ્લાં સાતેક દિવસથી સુરજ અનૈતિક સંબંધની આશંકા રાખી આરતીની મારઝૂડ કરતો હતો. ગડદાપાટુ અને બોથડ હથિયાર વડે ફટકારતા આરતીને આખા શરીરમાં ઇજા થઈ હતી. જે તેની માટે જીવલેણ નીવડી હતી. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો