વડોદરામાં પતિ ચારિત્ર્ય અંગે શંકા કરી ‘તારે શેઠ સાથે આડા સંબંધ છે’ તેમ કહીને મારઝૂડ કરતો, પરિણીતાનું જીવન બદતર કરી નાખતાં નોંધાવી ફરિયાદ

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી 32 વર્ષીય પરિણીતાનો પતિ પરિણીતાના ચારિત્ર્ય અંગે શંકા કરી ‘તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે’ તેમ કહીને મારઝૂડ કરતો હતો અને તેને મળતા પગારના રુપિયા પણ માગી લોતો હતો. જે મામલે પરણિતાએ પતિ અને તેના સાસરિયા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધઆવી છે. આટલું જ નહીં સસરા અને કાકા સસરાએ પરિણીતાને મારમારી ઇજાઓ પહોંચાડી હોવાનો આરોપ પણ મુક્યો છે. જે અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સસરા અને કાકા સસરા વિરુદ્ધ દહેજ ધારા મારઝૂડ અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બીજી તરફ સામે પક્ષે સસરાએ પણ પરિણીતાના શેઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તણે આરોપ મુક્યો છે કે પરિણીતાના શેઠે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જે બાદ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ વડોદરાના આજવા રોડ પર રહેતી 32 વર્ષીય પરિણીતા મંજુસર જીઆઇડીસીમાં એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી પોતનું જીવન ગુજરાન ચલાવે છે.

વર્ષ-2010ના ઓક્ટોબર મહિનામાં જ્ઞાતિના રીતિરિવાજ મુજબ વડોદરાના રામદેવનગરમાં રહેતા પુષ્પેન્દ્ર રાજુભાઇ નાઇ સાથે લગ્ન થયા હતા. લગ્નના 11 વર્ષના સમયગાળા દરમિયાન પરિણીતાને ત્યાં સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર મળી બે સંતાન છે. દરમિયાન પરિણીતાની મંજુસર જીઆઇડીસીમાં એક ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી લાગી હતી.

પરિણીતાને નોકરી લાગ્યા બાદ મળતા પગારમાંથી પરિણિતા રુપિયા 5000ની દીકરીના નામે ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકતી હતી. જોકે પતિ પુષ્પેન્દ્રએ આ મામલે ઝગડો કરી મારઝૂડ કરતા કહ્યું હતું કે તારો આખો પગાર મને આપવાનો. પરિણીતાએ આરોપ મૂકતા કહ્યું કે નોકરી શરું કર્યા પછી યેન કેન પ્રકારે પતિ અને સાસરિયા તેની સાથે ઝગડતાં રહેતા હતા. આ દરમિયાન પતિ અનેક વાર પરિણીતાને તારા શેઠ સાથે તારા આડા સંબંધો છે તેમ જણાવી ચારિત્ર્ય અંગે પણ શંકા કરી જેમ તેમ વર્તન કરતો હતો.

ઘરમાં અનેકવાર ઝગડાઓ થતાં હોવાથી પરિણીતા બહેનપણી સાથે રહેવા ગઈ હતી. ગત 17 ઓક્ટોબરના રોજ પરણિતા બહેનપણી અને શેઠ સાથે સસરાના ઘરે રહેતા પુત્રને મળવા ગઇ હતી, ત્યારે સસરા રાજુ નાઇ અને કાકા સસરા હરિઓમ હુકમસિંહ નાઇએ પરિણીતાને અપશબ્દો બોલીને માર માર્યો હતો. ત્યારે બહેનપણી અને શેઠે પરિણીતાને છોડાવી હતી. ત્યારબાદ આ બનાવ અંગે પરણીતાએ બાપોદ પોલીસ મથકમાં પતિ પુષ્પેન્દ્ર રાજુભાઇ નાઇ, સસરા રાજુ નાઇ અને કાકા સસરા હરિઓમ હુકમસિંહ નાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા મારઝૂડ અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ સસરા રાજુભાઇ હુકમસિંહ નાઇએ પરણિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, હું અને મારો પૌત્ર ઘરે બેઠા હતા. ત્યારે મારી વહુ તેના પ્રેમી સાથે પૌત્રને મળવા આવી હતી અને પૌત્રનો હાથ ઉંચકતા તેઓની વહુ સાથે બોલાચાલી થઇ હતી. જેથી તે વાતનું ઉપરાણું રાખી વહુના પ્રેમીએ તેઓને તેમજ પુત્ર પુષ્પેન્દ્રને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેના વિરુદ્ધ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિમેષ પટેલ વિરુદ્ધ ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો