અમદાવાદમાં જન્મના બારમા દિવસે બાળકીનું મોત થતાં પતિએ પત્નીને ગણાવી અપશુકનિયાળ, પિયર જઈ મારઝૂડ કર્યા બાદ માગ્યા ડિવોર્સ
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ શનિવાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેમના બાળકનું જન્મના 12મા દિવસે અવસાન થતાં પતિએ તેને માર માર્યો અને બાદમાં તરછોડી દીધી હતી. વેજલપુર પોલીસ (Vejalpur Police Station) પાસે નોંધાયેલી FIR પ્રમાણે, મહિલા માધવપુરમાં આવેલી સરકાર સંચાલિત હોસ્પિટલમાં કામ કરે છે અને તેનો પતિ ગાંધીનગરનો રહેવાસી છે અને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ છે.
ગાંધીનગરના ડેન્ટિસ્ટ સાથે મહિલાએ 2015માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા પતિ અને સાસુ-સસરા સાથે રહેવા લાગી. મહિલાનો આરોપ છે કે, લગ્નના છ મહિના બાદ જ તેનો પતિ અને સાસુ-સસરા ઘરની નાની-નાની બાબતોને લઈને તેને પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો કે, સાસુ-સસરા અને પતિ તેને પિયરથી રૂપિયા લાવવાનું કહેતા હતા અને જ્યારે તે ઈનકાર કરે ત્યારે તેની સાથે મારઝૂડ કરતાં હતા.
મે 2020માં મહિલાએ પહેલા સંતાનને જન્મ આપ્યો હતો અને એ વખતે તે પોતાના પિયરમાં હતી. જન્મના 12 દિવસ પછી જ શ્વાસની તકલીફના કારણે નવજાત બાળકી મૃત્યુ પામી. મહિલાએ આ અંગે પતિને જાણ કરી ત્યારે તેણે ફોન પર જ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં પતિએ તેને પોતાના માટે અપશુકનિયાળ ગણાવી હતી. બાદમાં પતિ મહિલાને મળવા તેના પિતાના ઘરે આવ્યો અને ત્યાં મારઝૂડ કરી હતી. જે બાદ તેને ત્યાં જ તરછોડીને ચાલ્યો ગયો હતો.
17 ફેબ્રુઆરી 2022ના રોજ પતિના સંબંધીઓએ મહિલાના પિતાને ફોન કરીને કહ્યું કે, ફરિયાદી મહિલા પાસેથી તેનો પતિ ડિવોર્સ લેવા માગે છે. સમાધાનના નિષ્ફળ પ્રયાસો પછી મહિલાએ વેજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને પતિ તેમજ સાસુ-સસરા સામે ઘરેલુ હિંસા, હાનિ પહોંચાડવી, ગાળાગાળી, ગુનાહિત ધાકધમકી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..