યોગીની સભામાં ખેડુતોએ દાવ કરી નાખ્યો, ખેતરોમાંથી આખલા ભેગા કરી છોડી દીધા.. શું છે કારણ જાણો..

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બારાબંકીમાં એક જનસભાને સંબોધવા જવાના છે પણ એ પહેલાં ખેડુતોએ જે દાવ કર્યો તે ચોંકાવનારો છે. યોગીની સભા સ્થળ પાસે ખેડુતોએ સેંકડોની સંખ્યામાં ગાય, બળદ, સાંઢને છુટ્ટા મુકી દીધા છે. ખેડુતોએ કહ્યું કે મુખ્યમંત્રીને પણ તો ખબર પડવી જોઇએ કે ગાય-બળદથી અમને કેટલી મુશ્કેલી પડે છે. ખેડુતો ગૌવશંને ખેતરમાંથી ખદેડીને સભા સ્થળ સુધી લઇ આવ્યા હતા.

જો કે, બીજી તરફ તંત્રનું કહેવું છે કે મુખ્યમંત્રીની સભામાં કોઇ મુશ્કેલી ન ઉભી થાય તેના માટે પુરી તૈયારી કરવામાં આવી છે. પશુઓને અહીંથી હટાવી દેવામાં આવશે. ખેડુતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાના સમય સાંજે 4 વાગ્યાનો હતો, પરંતુ આ લખાઇ છે ત્યાં સુધી તેઓ સભા સ્થળે પહોંચ્યા નહોતા. એવું માનવામાં આવી રહ્યું છે કે પશુઓની સભા સ્થળ પાસે એન્ટ્રી થવાને કારણે કાર્યક્રમને લંબાવાયો છે.

જાણવા મળેલી માહિતી મુજબ રખડતા ઢોરનો ઇશ્યૂ ઉત્તર પ્રદેશમાં સોથી મોટી પરેશાનીનું કારણ બન્યો છે. જેને કારણે રસ્તાઓ પર રખડતા ઢોરના ટોળાં જોવા મળી રહ્યા છે. આવા રખડતાં ઢોરોથી સૌથી વધારે પરેશાન ખેડુતો છે, કારણ કે આવા ઢોર મોટા પાયા પર તેમના પાકને બરબાદ કરી રહ્યા છે.રખડતા ઢોરની સમસ્યાથી કંટાળેલ ખેડુતો બધા ઢોરને ખદેડી ખદેડીને યોગી આદિત્યનાથની બારાબંકીમાં આયોજિત સભા સુધી લઇ આવ્યા હતા.મોટી સંખ્યામાં ગાય- બળદ રસ્તા પર દોડીને સભા સ્થળ સુધી જઇ રહ્યા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

ઉત્તર પદેશના રસ્તાઓ પર રખડતા પશુઓની સંખ્યા વધી છે. વર્ષ 2019ના એનિમલ સેન્સસ રિપોર્ટમાં પશુઓની વસ્તીમાં 17 ટકાનો વધારો થયો છે. જયારે દેશમાં રખડતા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. યુપીમાં રખડતા ઢોરના વધારાની સીધી અસર ખેડુતો પર પડી રહી છે. ચૂંટણી નિષ્ણાતોના મતે આ વખતે ચોથા તબક્કાની 60માંથી ઓછામાં ઓછી 50 બેઠકો પર આખલો મોટો મુદ્દો છે.

આ પહેલાં રેલીઓમાં પશુઓએ ખલેલ પહોંચાડી હોય તેવા બનાવો વિશે જાણો

25 ડિસેમ્બર 2021માં આગ્રાના બટેશ્વર ગામમાં CM યોગીની મુલાકાત હતી. એ પહેલાં તેમના સભા સ્થળે આખલો ઘુસી ગયો હતો અને અફરા તફડી મચી ગઇ હતી.

4 ફેબ્રુઆરી 2022 કાનપુરમાં ઉદ્યોગ મંત્રી સતીશ મહાના હાજર હતા તે વખતે અચાનક એક સાંઢ આવી ચઢ્યો હતો જેને કારણે ભાગદોડ મચી ગઇ હતી.

17 ફેબ્રુઆરી 2022 ફિરોઝાબાદમાં સમાજવાદી પાર્ટીની જનસભામાં સાંઢ ઘુસી ગયો હતો તે વખતે અખિલેશ યાદવ ભાષણ કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો