બોગસ પાસપોર્ટથી વિદેશ મોકલવાનું કૌભાંડ: ખોટા પાસપોર્ટ બનાવીને 30 પરિવારોને વિદેશ મોકલી રૂ. 72 કરોડ કમાયા
બોગસ પાસપોર્ટ બનાવીને ભારતીય નાગરિકોને વિદેશ મોકલવાના કૌંભાડમાં 4 આરોપીઓની ધરપકડ થઇ છે. આરોપીના ઘરની તપાસ કરતા એક આરોપીના ઘરમાંથી જુદા-જુદા નામના 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઈલેક્શનકાર્ડ, 23 પાનકાર્ડ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે બીજા બે આરોપીઓએ ખોટા નામથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હોવાથી તેમની પાસબુક ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કરી છે.
ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે ખોટો પાસપોર્ટ બનાવીને લગભગ 28 થી 30 જેટલા કુંટુંબોને અમેરિકા મોકલી વ્યક્તિ દીઠ 60થી 65 લાખ રૂપિયા મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 120 વ્યક્તિના 72 કરોડ રૂપિયા તો આરોપીઓ કમાઇને બેઠા છે. વિદેશમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા કોઇ ભારતીય પકડાય તો સ્થાનિક સરકાર દ્વારા નજર રાખવા GPS ચીપ લગાવાય છે. આ ચીપ ખોલાવવાની જવાબદારી પણ એજન્ટ્સ લેતા હતા.
થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચની ટીમે ડુપ્લિકેટ પાસપોર્ટથી ભારતીય નાગરિકોને યુરોપથી મેક્સિકો થઈને અમેરિકા મોકલવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પ્રજાપતિ રાજેશભાઈ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ થઇ હતી. રાજેન્દ્ર પટેલ તથા કામિનીબેન એજન્ટ હરેશ મારફતે પહેલાંથી અમેરિકા પહોંચી ગયા છે, ત્યારે તેમના બે બાળકોને અમેરિકા પહોંચાડવા માટે રાજેશ પ્રજાપતિને જવાબદારી સોંપી હતી.
એજન્ટ હરેશે બાળકોને અમેરિકા મોકલવા માટે ડમી માતા-પિતા પણ ઉભા કર્યા હતા અને તેમના પાસપોર્ટ પણ તૈયાર કરાવ્યા હતા. આરોપી હરેશના ઘરે તપાસ કરતા જુદા-જુદા નામના 78 પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 ઈલેક્શનકાર્ડ, 23 પાનકાર્ડ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે જ રાજેન્દ્ર પટેલના નામે એક્સિસ બેંકમાં ખોલાવેલા આરોપી રજત ચાવડા અને રાજુ પ્રજાપતિના ખાતાની પાસબુક પણ જપ્ત કરી છે.
યુરોપિયન દેશોએ વિઝાના નિયમ કડક કરતા એજન્ટ્સે નવો રૂટ શોધ્યો
પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સિન્ડિકેટ ચલાવતા ઈસમો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ અપાવવા માટે પહેલાં યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવતા હતા. જ્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા, પરંતુ યુરોપિયન દેશોએ ટેમ્પરરી વિઝા માટે કાયદા કડક કરતા હવે આ સિન્ડિકેટ ચાલવતા એજન્ટો નવો રસ્તો શોધ્યો છે. જેમાં નાઈજિરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકામાં ભારતીય નાગરીકોની ઘૂસણખોરી કરાવતા હતા.
ઇન્ડિયન-અમેરિકન એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લેવાશે મદદ
દિલ્હીના એજન્ટ મેક્સિકોના એજન્ટ સાથે સંપર્કમાં હતા. હાલમાં પોલીસ દ્વારા આ રણજિત સિંઘ અને જીમી ઉર્ફે બોબી નામના બે એજન્ટની શોધખોળ શરૂ કરાઇ છે. જ્યારે હવે પોલીસ અગાઉ એજન્ટ દ્વારા જે લોકોને વિદેશ મોકલાયા છે તેઓની તપાસ માટે ઇન્ડિયન એમ્બેસી અમેરિકા એમ્બેસી અને ઇન્ટરપોલની મદદ લઈને વધુ તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..