કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારનો ટેસ્ટ કરવાની AMCએ ચોખ્ખી ના પાડી દીધી, મૃતકનો કોરોના રિપોર્ટ પણ નથી આપ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કરવા મામલે અનેક સવાલો ઉભા થયા છે જેની વચ્ચે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારના ટેસ્ટ પણ કરવાની ના પાડી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું કોરોનાના કારણે ચાર દિવસ પહેલા મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિવારજનોએ ટેસ્ટ માટે જાણ કરી હતી છતાં કોઈ જ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હોવા છતાં તેઓને ટેસ્ટ માટે કોર્પોરેશન તરફથી ટેસ્ટ માટે ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે અને જો બહુ હોય તો દવાખાનામાં દાખલ થઈ જાઓ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મારા પિતાની કોઈપણ સરખી સારવાર કરવામાં આવી ન હતી: મૃતકની દીકરી

વસ્ત્રાલના માધવપાર્ક વિભાગ-1 રહેતા રમેશ સિંહ જેઓ ખેડા પાસે એક ગામમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ સ્કૂલમાં પેપર ચેકીંગ માટે જતા હતા. રમેશ સિંહની દીકરી રિચા સિંહએ વાતચીતમાં જણાવ્યું હતું કે 20 મેના રોજ તેમના પિતાને કોરોનાના લક્ષણ જણાયા હતા. 21 મેના શારદાબેન હોસ્પિટલમાં સવારે 8 વાગ્યે દાખલ કર્યા હતા જ્યાં સાંજે 4 વાગ્યે તેમનો કોરોનાનો રિપોર્ટ કર્યો હતો. તેઓની કોઈપણ સરખી સારવાર કરવામાં આવી ન હતી.

અવારનવાર રિપોર્ટની કોપી માંગવા છતાં આપી ન હતી

મોડી રાતે રમેશ સિંહનું અવસાન થઈ ગયું હતું. પરિવારજનોએ જ્યારે કોરોનાનો રિપોર્ટ માંગ્યો અને કારણ પૂછ્યું તો મૌખિક કહી દીધું હતું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે મોત થયું છે. અવારનવાર રિપોર્ટની કોપી માંગવા છતાં આપી ન હતી. તેમના પિતાની ડેડબોડી પણ બારોબાર આપી દીધી હતી.

ઘરના સભ્યને કોરોનાનાં લક્ષણો હોવા છતાં કોર્પોરેશન ટેસ્ટ માટે ના પાડી

રિચા સિંહે વધુમાં જણાવ્યું હતું કે અમે અર્બન હેલ્થ સેન્ટર અને હેલ્પલાઇન પર ફોન કરી અને ક્વોરન્ટાઈન માટે કહ્યું ત્યારે બે દિવસે ક્વોરન્ટાઈન કરવા આવ્યા હતા અને દવા આપી જતાં રહ્યાં હતાં. તેઓને અમે ટેસ્ટ માટે અવારનવાર ફોન કર્યા છતાં કાલે આવીશું તેમ કહ્યું હતું પરંતુ આવ્યા ન હતા અને તેઓ અમને ટેસ્ટ માટેની ના પાડી દીધી હતી. ઘરના દરેક સભ્યને કોરોનાનાં લક્ષણો હોવા છતાં કોર્પોરેશન ટેસ્ટ માટે ના પાડી રહી છે જે પરિવાર માત્ર ખૂબ જ જોખમ કારક બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો