હવે સાદી નહીં ઘરે જ બનાવો ગ્રીલ્ડ દાબેલી, ખાવાની પડી જશે મજા જાણો બનાવવાની સરળ રીત
ખાસ કરીને કેટલાક લોકોને જંકફૂડ ખાવાની આદત વધારે હોય છે. એવામાં ઘણા લોકો દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ ખાતા હોય છે. પરંતુ તમે ઘણી વખત ગ્રીલ્ડ સેન્ડવીચ ખાધી હશે. પરંતુ આજે અમે તમારા માટે ગ્રીલ્ડ દાબેલીની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય…
સામગ્રી
- 6 નંગ – પાઉં
- 1 વાટકો – સેવ
- શેકવા માટે – ઘી
સ્ટફિંગ માટે
- 3 નંગ – બટેટા
- 1 ચમચી – દાબેલી મસાલો
- 1 ચમચી – લાલ મરચું
- 1 ચમચી – ધાણાજીરું
- 1 ચમચી – ખાંડ
- સ્વાદાનુસાર – મીઠું
- 1/2 ચમચી – હળદર
મસાલા સીંગ માટે
- 1/2 વાટકો – ખારી સીંગ
- 1/4 ચમચી – તેલ
- 1/2 ચમચી – લાલ મરચું
- 1/2 ચમચી – ચાટમસાલો
ચટણીઓ
- 1 વાટકો – તીખી લીલી ચટણી
- 1 વાટકો – ખજૂર આંબલી ની ચટણી
- 1/2 વાટકી – લાલ મરચાની ચટણી
બનાવવાની રીત
સૌ પ્રથમ દાબેલી માટે બટેટાનું સ્ટફિંગ તૈયાર કરવું. જેના માટે બટેટા, મરચું, ખાંડ, મીઠું, હળદર, દાબેલીનો મસાલો, ધાણાજીરૂ મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. તે બાદ સીંગ તૈયાર કરવા માટે તેમા ખારી સીંગમાં તેલમાં શેકી લો પછી મરચું અને ચાટ મસાલા મિક્સ કરો. હવે દાબેલીના પાઉં લો અને તેને વચ્ચેથી કાપી લો. એક બાજુ લીલી ચટણી અને એક બાજુ ખજૂર આંબલીની ચટણી લગાવવી. પછી બટેટાનું તૈયાર સ્ટફિંગ લગાવવું. પછી તેના પર સિંગ મૂકવી અને ઉપરથી સેવ ઉમેરવી. હવે ગ્રીલ ટોસ્ટરમાં ઘી લગાવી દાબેલી મુકવી અને મશીન બંધ કરી દાબેલી સીઝવા દેવી. થોડીવારમાં તૈયાર થઇ જાય છે ગ્રીલ્ડ દાબેલી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..