દાંતની પીળાશથી છૂટકારો મેળવવા કરો આ ઘરગથ્થુ ઉપાય મોતીના દાણાની જેમ ચમકી જશે દાંત

ક્યારેક આપણે આપણી સરસ સ્માઇલ પણ છુપાવવી પડે છે. સ્માઇલ છુપાવવા પાછળનું કારણ છે પીળા દાંત… કેટલીક વખત આપણી સ્માઇલને છુપાવવા માટે મજબૂર થઇ જઇએ છે. એવામાં દાંતની પીળાશથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાય કરીએ છીએ. તો આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું. જેનાથી તમારા પીળા દાંત ચમકી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નાળિયેર તેલ – જો દાંત પીળા હોય તો દસ મિનિટ માટે બે ચમચી નાળિયેર તેલ મોમાં રાખી મૂકો. આ પછી, તેને બહાર કાઢી લો અને મોંને સારી રીતે સાફ કરો. હા, આ કરવાથી, તે દાંત પર એકઠી થતી ગંદકીને કારણે થતી પીળાશને દૂર કરવામાં મદદ મળે છે.

એપ્પલ સીડર વિનેગાર – દાંતની પીળાશ દૂર કરવા માટે એક નાની ચમચી એપ્પલ સાઇડર વિનેગરને ત્રણ કપ પાણીમાં મિક્સ કરી લો હવે તે બાદ આ મિશ્રણથી ત્રીસ સેકન્ડ સુધી કોગળા કરો અને તે બાદ સાધારણ રીતે બ્રશ કરી લો સતત ત્રણ અઠવાડિયા સુધી આમ કરવાથી તમને ફરક જોવા મળશે.

બેકિંગ સોડા – દાંતનો પીળો રંગ દૂર કરવા માટે, બે ચમચી હાઇડ્રોજન પેરોક્સાઇડમાં એક ચમચી બેકિંગ સોડા નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટથી દાંત પર સાફ કરો. આને ચારથી છ અઠવાડિયા સુધી સતત કરવાથી દાંત સારા થઈ જાય છે.

ચારકોલ (કોલસો)- આ માટે, તમારા બ્રશ પર સક્રિય ચારકોલનો કેપ્સ્યુલ ખોલી લો અને તેનાથી દાંત પર બ્રશ કરો. થોડા દિવસો સુધી સતત આ ઉપાય કરો, તમને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો