હવે બનાવો બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની ખીચડી. આ વાનગીઓ શિયાળામાં ખાવાથી શરીરને તાકાત મળે છે અને રોગો સામે પણ રક્ષણ મળે છે. જેથી આજે અમે તમને બાજરીની એકદમ હેલ્ધી અને ડિલિશિયસ ખીચડીની રેસિપી જણાવી રહ્યાં છે. જેને ખાધા બાદ તમે રેગ્યુલર ખીચડી ખાવાનું ભૂલી જશો. ચાલો જાણી લો.

સામગ્રી

  • પોણો કપ છડેલી બાજરી
  • અડધો કપ ચોખા
  • પા કપ લીલાં મગની દાળ
  • 1 બટાકું
  • 1 ડુંગળી
  • અડધો કપ લીલી તુવેરના દાણા
  • અડધો કપ વટાણા

સૌથી પહેલાં બાજરીને 3-4 વાર ધોઈને 4 કલાક પાણીમાં પલાળી દો. પછી દાળ અને ચોખા પણ ધોઈને 15 મિનિટ પલાળી દો. હવે એક કૂકરમાં 6 ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં 12થી 15 કાચી શીંગના દાણા ઉમેરી દો. એ સંતળાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી હીંગ નાખી દો. પછી તેમાં ડુંગળી, બટાકા, વટાણા, તુવેર નાંખીને સાંતળી લો. પછી તેમાં 3 ચમચી આદુ, મરચાં લસણની પેસ્ટ નાખો. 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરો. પછી અડધી ચમચી ગરમ મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરી લો. પછી તેમાં પલાળેલી બાજરી અને દાળ ચોખા એડ કરીને મિક્સ કરી લેવા. પછી તેમાં ટોટલ 4 કપ પાણી નાખીને મિક્સ કરીને તેમાં 1 સીટી વગાડી ગેસ સ્લો કરીને સ્લો ફ્લેમ પર 4-5 સીટી વગાડી દો. બસ પછી તૈયાર છે તમારી ટેસ્ટી અને હેલ્ધી બાજરીની ખીચડી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો