ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ સંભાર, હોટલ-રેસ્ટોરન્ટને ભુલી જશો, પીવાની પડશે બમણી મજા
સાઉથ ઇન્ડિયન ડિશનો મુખ્ય ભાગ સંભાર છે. સાઉથ ઇન્ડિયન ખાવાનાનું નામ સાંભળતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકોને તો રોજ સાઉથ ઇન્ડિયન ખાવાનું આપવામાં આવે છે તો મજા પડી જાય. પરંતુ તેની એક ખાસિયત છે કે તેની સાથે દરેક લોકોને સંભાર જોઇએ. પરંતુ કેટલીક વખત આ સંભાર ઘરે બનાવીએ તો પણ તેનો સ્વાદ ઘરમાં પસંદ આવતો નથી. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સંભાર.
– સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
– તેલ ગરમ થતા જ તેમા જીરૂ, મેથી, ચણા દાળ, એક મોટી ચમચી ચોખા, ધાણા ઉમેરીને શેકી લો.
– હવે તે આછા બ્રાઉન રંગના થાય એટલે તેમા લવિંગ, એક લીલી ઇલાયચી, આદું અને લસણની 8-9 કળી, નારિયેળની છીણ અને કઢી પત્તાને સાંતળી લો.
– ત્યાર પછી અંતમાં 10-12 સૂકા લાલ મરચા ઉમેરી લો.
– ધ્યાન રાખો કે મસાલાને બરાબર શેકો. કારણકે મસાલા જેટલા સારા શેકાશે સંભાર એટલો જ સ્વાદિષ્ટ બનશે.
– હવે ત્યાર પછી ગેસની આંચ બંધ કરી લો.
– મસાલાને ઠંડો કરી તેમાં થોડૂંક પાણી ઉમેરીને તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો.
– આ ટિપ્સ ફોલો કરીને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ સંભાર મસાલાની પેસ્ટ.
નોટ –
– ચોખા ઉમેરવાથી સંભાર ઘટ્ટ અને સોફ્ટ દેખાય છે.
– મસાલાને યોગ્ય રીતે શેકવા ખૂબ જરૂરી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..