ઘરે બનાવો સ્વાદિષ્ટ બંગાળી બટેટા-ચણાની ચાટ, જોઇને જ મોંમાં પાણી આવી જશે, જાણો બનાવવાની સરળ રીત
અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો માટે આ વાનગી બનાવી શકો છો. જે બનાવવામાં સહેલી અને ખાવામાં હેલ્ધી હોય છે. બંગાળી સ્ટાઇલમાં બનાવો બટેટા-ચણાની ચાટ…
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સામગ્રી
- ૨ નંગ – બાફેલા બટેટા
- ૧/૨ નંગ – ડુંગળી
- ૧ ચમચી – લીંબુનો રસ
- ૧ ચમચી – સમારેલી કોથમીર
- ૧ નંગ – સમારેલું ટામેટું
- ૧ નંગ – લીલા મરચા
- ૧ કપ – દેશી કાળા ચણા
- ૧ ચમચી – ચાટ મસાલો
- ૧ ચમચી – સરસિયુ
- ૧ ચમચી – કાચા સીંગદાણા
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ આ ચાટને બનાવવા માટે મીડિયમ આંચ પર એક પેન ગરમ કરો તેમા પાણી અને મીઠું ઉમેરો. આ મીઠાના પાણીને ઉકાળી લો અને તેમા કાળા ચણા ઉમેરો. આ ગરમ પાણીમાં ચણા પલાળીને અલગ રાખી દો. હવે એક પેનમાં કાચી મગફળીને સરસિયાના તેલમાં ધીમી આંચ પર રોસ્ટ કરી લો. આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ડુંગળી, ટામેટા, લીલા મરચા અને કોથમીર ઉમેરી લો. હવે એક બાઉલમાં બાફેલા ચણા લો. તેમા બાકીની દરેક સામગ્રી ઉમેરી લો અને તેને મિક્સ કરી લો. હવે લીંબુનો રસ ઉમેરો. ત્યાર પછી બાફેલા બટેટાને નાના કટ કરીને તેમા ઉમેરો. હવે તેમા ચણાનું મિશ્રણ ઉમેરી લો. હવે ઉપરથી ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે બંગાળી સ્ટાઇલમાં બટેટા ચણાની ચાટ…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..