હવે ઘરે જ બનાવો વેજીટેબલ ગ્રેવી મન્ચુરિયન, જોઇને જ મોંમાં આવી જશે પાણી, જાણો બનાવવાની સરળ રીત

વેજીટેબલ મંચુરિયન એક ચાઇનીઝ રેસીપી છે. પાર્ટી અને ગેટ ટુ ગેધરમાં તેને સર્વ કરી શકાય છે. તેમાં વધારે શાકભાજી અને ઘટ્ટ ગ્રેવી હોય છે.જો તમને સ્પાઈસી ખાવાનું પસંદ છે તો આજે અમે તમારા માટે વેજીટેબલ મંચુરિયનની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલું છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય..

સામગ્રી

મન્ચુરિયન બનાવવા

  • 2 કપ – સમારેલી કોબીજ
  • 1 કપ – સમારેલા ગાજર
  • 1 કપ – સમારેલા શિમલા મરચા
  • 2 નંગ – લીલા મરચા
  • 4 થી 5 ચમચી – કોર્નફ્લોર
  • 2 ચમચી – મેંદો
  • 1 ચમચી – સોયા સોસ
  • 1 ચમચી – આદુ
  • 2 ચપટી – આજીનોમોટો
  • સ્વાદાનુસાર – મીઠું
  • તળવા માટે – તેલ

ગ્રેવી બનાવવા

  • આદુ – સમારેલું
  • લસણ – સમારેલું
  • 1 નંગ – લીલું મરચું
  • 4 થી 5 ચમચી – કોનફ્લોર
  • 1 કપ – ગરમ પાણી
  • 2 ચમચી – સોયા સોસ
  • 1 ચમચી – ટોમેટો કેચપ
  • 1 ચમચી – ચીલી સોસ
  • 1 ચમચી – વિનેગર
  • 2 ચપટી – આજીનો મોટો
  • ગાર્નિશ માટે – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલ લો તેમા સમારેલી કોબીજ, ગાજર, કેપ્સિકમ , લીલું મરચું, કોર્નફલોર, મેંદો, આદુ, આજીનોમોટો, મીઠું,સોયા સોસ આ બધું ભેગું કરી તેને મિક્સ કરવું પછી તેના ગોળ- ગોળ વાળી લો તે બાદ ગરમ તેલમાં તળી લો અને આછા બ્રાઉન રંગના થાય એટલે બહાર નીકાળી લો. તૈયાર છે મન્ચુરિયન. હવે એક વાસણમાં તેલ લો અને ધીમી આંચ પર ગેસ પર પેનમાં તેલ ગરમ કરો. તેમાં લસણ, આદુ, લીલું મરચું નાખવું પછી તેમાં સોયા સોસ, ટોમેટો કેચપ, ચીલી સોસ, વિનેગર, મિક્સ કરી લો હવે તેમા ગરમ પાણી નાખી તેને 10 મિનીટ સતત હલાવવું જેથી ગ્રેવી ઘટ્ટ થશે પછી તેમાં મીઠું, આજીનો મોટો નાખી તેને 5 મિનીટ હલાવવું અને ગેસ બંધ કરી દો તે પછી તેમાં તૈયાર મન્ચુરિયન નાખી દો અને તેના પર કોથમીર ભભરાવવી. તૈયાર છે વેજીટેબલ મન્ચુરિયન. જેને ગરમા ગરમ સર્વ કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો