હવે ઘરે જ બનાવો લગ્ન પ્રસંગમાં પીરસાતા ચટપટા સેવ રોલ, જાણો બનાવવાની સરળ રીત
લગ્ન પ્રસંગમાં તમે જમવા જાઓ તો ફરસાણમાં મોટાભાગે સેવ રોલ જોવા મળે જ. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે તેથી સૌ કોઈને ભાવે છે. સેવ રોલ તમે ઘરે પણ બનાવી શકો છો.
સામગ્રી
-
- 4 નંગ બાફેલા બટાકા
- 1 ચમચી તેલ
- 1 નંગ ગાજર
- 1/2 કપ બાફેલા વટાણા
- 1 નંગ બીટ (નાની સાઈઝનું)
- 2 ચમચી કોર્ન ફ્લોર
- 2 ચમચી ક્રશ કરેલા લીલા મરચા
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- સ્વાદાનુંસાર મીઠું
- 3 ચમચી સમારેલી કોથમીર
- 1 કપ સેવ
- તળવા માટે તેલ
સ્લરી બનાવવા માટે
- 2 ચમચી મેંદો
- ચપટી મીઠું
- જરૂર મુજબ પાણી
સ્ટેપ 1 સૌ પ્રથમ ગાજર અને બીટની છાલ કાઢીને તેને છીણી લો. તે છીણાઈ જાય એટલે તેને દબાવીને તેમાંથી પાણી કાઢી લો. હવે એક પેનમાં તેલ લઈને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર, બીટ તેમજ બાફેલા વટાણા ઉમેરીને 1-2 મિનિટ માટે ચડવા દો. તે ચડી જાય એટલે તેને પ્લેટમાં લઈને ઠંડુ થવા દો.આ ટ્રિક અપનાવશો તો માત્ર 5 મિનિટમાં સરસ બફાઈ જશે બટાકા
સ્ટેપ 2 એક બાઉલમાં બાફેલા બટાકાને છીણી લો. જેથી તેમાં ગાંઢ ન રહી જાય. હવે તેમાં કોર્ન ફ્લોર, ક્રશ કરેલા લીલા મરચાં, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું તેમજ કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઉપરથી ગાજર, બીટ અને વટાણાનું મિશ્રણ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી લંબગોળ રોલ વાળી લો.
સ્ટેપ 3 એક બાઉલમાં મેંદો લો. તેમાં ચપટી મીઠું ઉમેરો. બાદમાં તેમાં થોડું-થોડું પાણી રેડતાં જઈને પાતળી સ્લરી બનાવી લો. એક પ્લેટમાં સેવઈ લઈને તેના નાના-નાના ટુકડાં કરી લો.
હવે જે રોલ તૈયાર કર્યા છે તેને પહેલા મેંદાના લોટની સ્લરીમાં ડીપ કરો અને બાદમાં સેવઈમાં રગદોળી દો. આ રોલને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય તેવા તળી લો. તો તૈયાર છે સેવ રોલ. સેવ રોલને તમે ગ્રીન ચટણી તેમજ કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..