હોટલમાં નહીં, હવે ઘરે જ બનાવો મસાલેદાર દુધી કોફતાનું શાક, જાણો બનાવવાની સરળ રીત
રોજ-રોજ શું જમવાનું બનાવવું એ લઇને તમે પણ વિચારતા હશો. આજે અમે તમારા માટે દુધી કોફતાનું શાક ઘરે કઇ રીતે બનાવવું તેની રેસીપિ લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો હોટલમાં જતા હોય છે. પરંતુ હાલ કોરોનાને કારણે બહારનું ભોજન કરવું તેના કરતા ઘરે જ બનાવવું વધારે સારું રહેશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય દુધી કોફતાનું શાક…
સામગ્રી
- 1 કપ – દૂધી છીણ ( પાણી નીતારેલુ )
- ૧/૨ કપ – ચણાનો લોટ
- ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
- ૧/ર ચમચી – ધાણા જીરું
- ૧/૪ ચમચી – ગરમ મસાલો
- ૧/૪ ચમચી – હળદર
- ૨ નંગ ટામેટાં
- ૨ નંગ -ડુંગળી
- ૧૦-૧૨ – કાજુ
- ૪-૫ કળી – લસણ
- ૨ ચમચા તેલ
- ૧/ ૪ કપ – ક્રીમ
- સ્વાદાનુસાર – મીઠું
- તળવા માટે – તેલ
- 1 ચમચી લાલ મરચું
- 1 ચમચી ગરમ મસાલો
- ૧/ ૪ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરૂ
બનાવવાની રીત
સૌ પ્રથમ દૂધીને છીણી તેની છીણ, ચણાનો લોટ, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું પ્રમાણસર નાખી મિક્ષ કરો પછી તેમાંથી કોફતા બનાવી તેને ગરમ તેલમાં તળી લો. હવે ડુંગળી, ટામેટાં, લસણ, કાજુ નાખી મિક્ષરમાં પેસ્ટ બનાવી લો. તે બાદ એક કડાઇમાં તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ નાખી બરાબર હલાવવું. તેલ છુટુ પડે ત્યા સુધી ચડવા દો. પછી તેમાં મીઠુ જરુર મુજબ,લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખી ૨-૩ મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં ક્રીમ નાખી હલાવો. જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરો અને ચડવા દો. પછી તેમાં કોથમીર નાખી દો.એક બાઉલમાં ગ્રેવી લઈ તેમાં કોફતા નાખી પરાઠા, નાન સાથે ગરમા ગરમ સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..