મસાલેદાર ખાવાના શોખીન લોકોને મિસળ પાવ ખાવાની પડશે મજા, આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

મિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. જે કઠોળમાંથી બનાવવામાં આવે છે. મિસળ પાવ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મિસળ પાવ.

સામગ્રી

  • ૧/૨ કપ ફણગાવેલા મગ – મઠ
  • ૧ કપ– બાફેલા સૂકા વટાણા
  • ૧ કપ બાફેલા ચણા
  • ૨ ચમચા – તેલ
  • ૩ નંગ -ટામેટા
  • ૧ નંગ – ઝીણી સમારેલી ડુંગળી
  • ૬-૮ કળી – લસણ
  • પ -૭ મીઠા- લીમડાના પાન
  • ૧ ચમચી – આદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચી – જીરુ
  • ૧/૨ ચમચી – હળદર
  • ૧/૪ ચમચી – હિંગ
  • ૧ ચમચી – ધાણાજીરું
  • ૧/૨ ચમચી – મરચું
  • ૧/૪ ચમચી – ગરમ મસાલો
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ કઠોળને બાફો. ( ચણા, મગ અને વટાણા..આ ઉપરાંત બીજા પણ લઇ શકાય છે). ત્યારબાદ, 2 ટામેટાં સમારો, ફોલેલું લસણ અને મીઠા લીમડાંના પાન લો. એક મિક્સર બઉલમાં લઇને ક્રશ કરો. હવે એક કડાઈ માં તેલ મુકો અને ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ અને હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો.તેમાં વધેલું એક ટામેટું, આદુ મરચાંની પેસ્ટ અને ટામેટાં,લસણનો ક્રશ નાખીને બરાબર સાંતળો. હવે ધાણાજીરું, મરચું નાખીને બરાબર સાંતળો. ત્યારબાદ બધા જ બાફેલા કઠોળ વારાફરતી ઉમેરતા જાવ ને હલાવતા જાવ અને 2 ગ્લાસ પાણી નાખીને 15 થી 20 મિનિટ ધીમા આંચ પર ઉકાળો. ગરમ મસાલો અને લીંબુ નાખીને 2 મિનિટ થવા દો. ગેસ બંધ કરો. મિસળને કોથમીરથી ગાર્નિશ કરીને પાવ અને ચેવડો કે તીખી સેવ સાથે સર્વે કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો