મીઠા ઘૂઘરા બનાવવાની એકદમ સહેલી રીત નોંધી લો, આ રીતે બનાવો ઘૂઘરા

દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે દિવાળીની અવનવી વાનગીઓ લઇને આવ્યા છીએ. ઘૂઘરા એ એવી વાનગી છે જે દરેક લોકોને ભાવે છે. ખાસ કરીને ઘૂઘરા દિવાળીમાં બનાવવામાં આવતી વાનગી છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ ઘૂઘરાની વાનગી.

સામગ્રી

  • 250 ગ્રામ – ઝીણો રવો
  • 250 ગ્રામ – ઘી
  • 200 ગ્રામ – ખાંડ
  • 100 ગ્રામ – માવો
  • 100 ગ્રામ – કાજૂના ટૂકડા
  • 100 ગ્રામ – બદામના ટૂકડા
  • 100 ગ્રામ – કિસમિસ
  • 10 ગ્રામ – કોપરાનું છીણ
  • 1/2 ચમચી – ઇલાયચી
  • 350 ગ્રામ – મેંદો
  • સ્વાદાનુસાર – મીઠું
  • તળવા માટે – તેલ

બનાવવાની રીત

સૌપ્રથમ એક કડાઈમાં રવો અને ઘી મિક્સ કરીને શેકો. હવે રવાને સતત હલાવતા રહીને આછું ગુલાબી થાય ત્યાં સુધી શેકો. બરાબર શેકાઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારીને એક બાજુ ઠડું કરવા મૂકી દો. હવે તેમાં ઉમેરવા માટે કાજુ, બદામ, કિસમિસ, કોપરાનું છીણ બધાને ભેળવીને રાખી લો. જો ઘૂઘરામાં માવો નાખવા માગતા હોવ તો માવાને પણ એકદમ ગુલાબી થઈને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો. આ બધું શેકેલો રવો સાવ ઠંડો થાય પછી તેમાં ઉમેરીને બરાબર રીતે હલાવી લો. સૌથી છેલ્લે તેમાં ઇલાયચી પાવડર મિક્સ લો. હવે મેંદામાં સહેજ મીઠું, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો. અને તેના નાના લુઆ કરીને સહેજ જાડી પુરી વણીને તેમાં વચ્ચે રવાનું પૂરણ ભરીને વાળી લો . તેની કિનારીને યોગ્ય રીતે ચોંટાડીને તેને ઘુઘરાના આકારામાં બંધ કરી લો. આ રીતે બધા જ ઘૂઘરા બનાવીને તેને તેલમાં આછા ગુલાબી થાય ત્યાં સુધી ધીમી આંચે તળી લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો