ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ‘આલુ પરાઠા’, પેટ ભરીને ઘરના લોકોને ખાવાની પડશે મજા, જાણો બનાવવાની સરળ રીત

આલુ પરાઠાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ હાલ કેટલાક લોકોને શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે. જેથી તે ખાય શકતા નથી. તો આજે અમે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી આલુ પરાઠા…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

  • 300 ગ્રામ – બાફેલા બટાકાનો માવો
  • ૨૫૦ ગ્રામ – રાજગરાનો લોટ
  • ૧ બાઉલ – દહીં
  • ૫૦ ગ્રામ – સમારેલી કોથમીર
  • ૫૦ ગ્રામ – ફુદીનાના પાન
  • ૨ ચમચી – આદું -મરચાંની પેસ્ટ
  • ૫૦ ગ્રામ – શેકેલા સિંગ દાણા
  • ૧ ચમચી – તલ
  • જરૂરિયાત મુજબ – તેલ
  • સ્વાદાનુસાર – સિંધવ મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ બટાકા કૂકરમાં બાફીને છાલ ઉતારી મેશ કરી લો. બટાટાના માવામાં શેકેલા સિંગ દાણાનો અધકચરો ભૂકો, ફુદીનાના પાન, કોથમીર આદું -મરચાની પેસ્ટ, સિંધવમીઠું મિક્સ કરી દો. હવે રાજગરના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં મીઠું,તલ ભેળવીને લોટ બાંધી લો. લોટમાંથી લૂઆ કરી પરાઠા વણી લો. હવે પરાઠાના અડધા ભાગમાં બાફેલા બટાકાનો માવો પાથરો. હવે પરાઠાને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી હળવા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મૂકી શેકો અને ગરમાગરમ ફરાળી આલૂ પરોઠાં નો ઠંડા દહીં સાથે સ્વાદ માણો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો