કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ આ 1 સૂપ, જાણો બનાવવાની સરળ રીત

કોરોનાથી બચવા માટે લોકોને તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.એવામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ખાવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવા પર ભાર આપવાનું કહ્યું છે. જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવાથી આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે. એવામાં તમે સ્વીટ કોર્ન સૂપ ટ્રાય કરી શકો છો. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે.

સામગ્રી

  • ૩ કપ- સ્વીટ કોર્ન
  • ૧ મોટી ચમચી – બટર
  • ૪ કપ – પાણી
  • ૧ ચમચી – કાળામરી પાવડર
  • ૨ ચમચી – મકાઈના દાણા
  • ૨ ચમચી – કોથમીર
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ કુકરમાં બટર પીગાળીને સ્વીટ કોર્નના દાણ શેકી લો. હવે તમા પાણી અને મીઠું ઉમેરી કુકર બંધ કરી એક સીટી વાગવા દો. હવે તેને બાઉલમાં નીકાળીને ઠડું કરી લો અને મિક્સમાં દાણા પીસીને પેસ્ટ બનાવી લો. હવે એખ પેનમાં તૈયાર સૂપ અને મકાઇની પેસ્ટ ઉમેરીને એક ઉભરો આવવા દો. જરૂરત પડવા પર તમે તેમા પાણી મિક્સ કરી શકો છો. તૈયાર છે સૂપ… તેને સર્વિંગ બાઉલમાં ઉમેરીને તેની ઉપરથી કાળામરી પાવડર અને લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશ કરી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો