હવે મકાઇ નહીં ખાઓ તેનું સ્વાદિષ્ટ શાક, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત
મકાઇ નામ સંભાળતા જ મોઢામાં પાણી આવી જાય ને. મકાઇ ના ડોડા કોઈ શેકી ને ખાઈ તો કોઈ બાફી ને. બાળકો ને પણ મકાઇ ખુબ જ ભાવતી હોય છે. તેને ચીઝ અને બીજા મસાલાઓ જોડે મિક્ષ કરી ને ખાતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે મકાઇના શાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે ટેસ્ટી લાગે છે.
સામગ્રી
- ૨ કપ – મકાઇના બાફેલા દાણા
- ૧ નંગ -ડુંગળી સમારેલી
- ૧ નંગ – ટામેટું સમારેલું
- ૧ ચમચી – લીલી કોથમીર
- ૨ નંગ – લીલા મરચા
- ૧ ચમચી – આદુ – લસણની પેસ્ટ
- ૧/૨ ચમચી – હળદર
- ૧ ચમચી – કસ્તુરી મેથી
- ૧/૪ ચમચી – લાલ મરચું પાવડર
- ૧ ચમચી – ધાણા પાવડર
- ૧/૨ ચમચી જીરા પાવડર
- ૧/૨ ચમચી – ગરમ મસાલો
- સ્વાદાનુસાર – મીઠું
- જરૂરિયાત મુજબ – તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ ધીમી આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો હવે તેલ ગરમ થાય એટલે તેમા ડુંગળી ઉમેરીને તેને બ્રાઉન રંગની સાંતળી લો. હવે તેમા લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ અને ટામેટા ઉમેરી લો. હવે ટામેટા સોફ્ટ થાય એટલે તેમા હળદર, કસુરી મેથી, ધાણા પાવડર, જીરા પાવડર અને મીઠુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે મસાલો તેલ છોડવા લાગે એટલે તેમા મકાઇ, ગરમ મસાલો અને બે કપ પાણી ઉમેરી લો. તેને ઢાંકીને 4-5 મિનિટ પાકવા દો. હવે ગેસની આંચ બંધ કરી લો. તૈયારા છે મકાઇના કરી.. તેને એક બાઉલમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ મકાઇ કરી..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..