ઘરે જ બનાવો ચીઝ બટરથી ભરપૂર ક્લબ મસાલા સેન્ડવીચ, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ યંગસ્ટર્સને સેન્ડવીચનું નામ આવતાની સાથે જ મોંમાં પાણી આવી છે. ખાસ કરીને નાનાથી લઇને મોટા લોકો સેન્ડવીચ ખાવાના શોખીન હોય છે. તો આજે અમે તમારા માટે ક્લબ મસાલા સેન્ડવીચની સહેલી રીત લઇને આવ્યા છીએ. જે એકદમ સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે.

સામગ્રી

  • ૬-૮ નંગ – બ્રેડ સ્લાઈસ
  • ૨ નંગ – ટામેટા સ્લાઈસ
  • ૨ નંગ – કાકડી સ્લાઈસ
  • ૧૫૦ ગ્રામ – બાફેલા બટેકા સ્લાઈસ
  • ૫૦ ગ્રામ – બીટ સ્લાઈસ
  • સ્વાદ મુજબ – લીલી ચટણી
  • ૧ બાઉલ – બટર
  • ૧ બાઉલ – ચીઝ
  • સ્વાદાનુસાર – ચાટ મસાલો

બનાવવાની રીત

સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવી ઉપર લીલી ચટણી લગાવી દો. હવે એક બ્રેડ પર કાકડીની સ્લાઈસ મૂકી ઉપર બટેકાની સ્લાઈસ મૂકો. તે બાદ ટામેટાની સ્લાઈસ મૂકી ઉપર બીટની સ્લાઈસ રાખી બ્રેડ કવર કરી દેવી પછી ગ્રીલરમા ગ્રીલ કરી દેવી. હવે તે ગ્રીલ થાય એટલે બહાર નીકાળીને ઉપર ચીઝ છીણી લો અને ચાટ મસાલો છાંટી દો. હવે તેને ટોમેટો સોસ જોડે સર્વ કરવી. તો તૈયાર છે ક્લબ મસાલા સેન્ડવીચ…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો