સામાન્ય શરદીમાં પણ એ ચિંતા થાય છે કે ક્યાંય કોરોના તો નથીને, આવી સ્થિતિમાં શું કરવું? કોરોના પોઝિટિવ છો તો હોસ્પિટલમાં જવું કે હોમ આઈસોલેશનમાં રહેવું? જાણો એક્સપર્ટના જવાબ
કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણા સવાલ હોમ આઈસોલેશન સાથે જોડાયેલા છે કેમ કે, હવે જો કોઈને કોરોનાનું સંક્રમણ થાય છે તો જરૂરી નથી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. કોરોના સાથે સંબંધિત આવા જ સવાલોના જવાબ નવી દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડો.નરેશ ગુપ્તા પાસેથી જાણો…
પોઝિટિવ હોવ ત્યારે ઘરે અથવા હોસ્પિટલ ક્યાં આઈસોલેટ થવું?
એક્સપર્ટઃ સરકારે છૂટ એટલા માટે આપી છે કેમ કે, હવે લોકો જાગ્રત થયા છે. તેથી જો કોઈ દર્દી હોમ આઈસોલેશનમાં રહેવા માગે છે, તો રહી શકે છે. પરંતુ જો લક્ષણ ગંભીર છે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઘરમાં જો આઈસોલેટ થવું હોય તો જરૂરી છે કે એક અલગ રૂમ કે બાથરૂમ હોય. ઘરમાં સંભાળ માટે પણ કોઈ હોવું જોઈએ. જો તમારી પાસે બધી જરૂરી સુવિધાઓ હોય તો જ ઘરે આઈસોલેટ થવું.
પલ્સ ઓક્સિમીટરને કેવી રીતે સમજવું?
એક્સપર્ટઃ જે લોકો સ્વસ્થ છે, અને તેમને ફેફસાંની બીમારી નથી, તો રીડિંગ 95-100 ટકાની વચ્ચે રહેશે. જો તે ઓછું થવા લાગે અને 92 ટકા સુધી આવી જાય તો તેનો અર્થ એ થયો કે બીમારી વધી રહી છે. તેમાં એ પણ જોવામાં આવ્યું છે કે, જો સંક્રમણ વધે છે, તો તરત સમસ્યા નથી થતી, પરંતુ ધીમે ધીમે વધે છે. ઘણી વખત 80 ટકા ઘટી જાય તો પણ દર્દીને ખબર નથી હોતી. તેથી ઓક્સિમીટરનું રીડિંગ 92થી નીચે આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.
શું સંક્રમિત લોકોને હાથ મિલાવવાથી વાઈરસ આખા શરીરમાં ફેલાઈ જાય છે?
એક્સપર્ટઃ હાથ મિલાવવાની જરૂર નથી, નમસ્તે કરો. જો કોઈ સંક્રમિતથી હાથ મિલાવો છો તો આખા શરીરમાં વાઈરસ નથી ફેલાતો. વાઈરસ એટલી જ જગ્યામાં રહે છે, જેટલામાં વ્યક્તિનો હાથ સંક્રમિતના સંપર્કમાં આવ્યો હોય છે. તેથી હાથ મિલાવવાથી અથવા કોઈના પણ સંપર્કમાં આવવા પર તરત સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સાફ કરો.
તેને આ રીતે સમજી શકાય છે કે, ધારો કે, સંક્રમિતના હાથથી બીજી વ્યક્તિના હાથમાં 10 વાઈરસ આવ્યા. હાથ ધોયા વગર, મોં, નાક, આંખ પર હાથ લગાવો છો તો વાઈરસ શરીરની અંદર પ્રવેશ કરીને મલ્ટિપ્લાય થવાનું શરૂ કરે છે.
સામાન્ય શરદીમાં પણ એ ચિંતા થાય છે કે ક્યાંય કોરોના તો નથીને, આવી સ્થિતિમાં શું કરવું?
એક્સપર્ટઃ અત્યારે ઘણા વાઈરલ કેસ ઓછા થઈ ગયા છે. તે ઉપરાંત ઘણી બીમારી છે, જે માત્ર માસ્ક લગાવવાથી દૂર નથી થતી. તેના લક્ષણો કોરોના જેવા જ હોય છે, જેમ કે, ડેન્ગ્યુ, મેલેરિયા જે મચ્છર કરડવાથી ફેલાય છે. તેનાથી બચવા માટે આસપાસની જગ્યા સાફ રાખવી, મચ્છરનો ઉપદ્રવ ન થવા દો. પરંતુ જો કોરોનાનાં લક્ષણ છે, અથવા કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો તો એક વખત જરૂરથી તપાસ કરાવી લેવી. તપાસ કરાવવાથી ડરશો નહીં, હવે સરકારે ડોક્ટર વિના લખીને પણ ઓન ડિમાન્ડ તપાસ કરાવવાની મંજૂરી આપી દીધી છે.
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેનું કારણ શું હોઈ શકે છે?
એક્સપર્ટઃ તેનાં ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે કોઈ શહેર અથવા વિસ્તારમાં સંક્રમણ નિયંત્રણ કરવામાં આવે છે, ત્યારે લોકોને રાહત થાય છે કે કોરોના જતો રહ્યો છે. તેના કારણે જે લોકો કોરોનાથી બચવા માટે સાવધાની રાખતા હતા, તેઓ બેદરકાર બની જાય છે. હવે બજારો પણ ખૂલી ગઈ છે. ત્યાં પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તે ઉપરાંત દેશમાં ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. તેના કારણે જેમ જેમ ટેસ્ટ વધી રહ્યા છે, તેમ વધુ ને વધુ સંક્રમિત લોકો સામે આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..