જાણો પોલીસ તમારું વાહન રોકે ત્યારે સૌથી પહેલાં શું કરવું.. જાણી લો કામની ટીપ્સ

પોલીસ જ્યારે અચાનક વાહન રોકે ત્યારે લોકો ગભરાય જાય છે. પોલીસ ચેકિંગ દરમ્યાન મોટાભાગના લોકો બચવાની કોશિશ કરે છે. જ્યારે પોલીસ આપણી જ સેફ્ટી માટે છે. આપણે પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસ અધિકારી સાથે ઈન્ટરેક્શન દરમ્યાન કેટલીક એવી વાતો છે જે ધ્યાનમાં રાખવી. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરા મુજબ આ ટિપ્સ તમે ફોલો કરશો તો પોલીસથી તમને ડર નહીં લાગે. આ કોમન વાતો વિશે બધાંને ખબર હોવી જોઈએ. જાણી લો તમે પણ.

તમારા બિહેવિયરથી જ પોલીસને અરેસ્ટ કરવાનો રસ્તો મળે છે
-પોલીસથી તમે શું કહો છો તે બહુ જ મહત્વ રાખે છે. તમે જે કંઈ કહો છો તેને જ પોલીસ તમારી વિરૂદ્ધ યુઝ કરીને તમને અરેસ્ટ કરી શકે છે. આવું મોટાભાગે ત્યારે થાય છે જ્યારે તમે પોલીસ સાથે દલીલો કરો છો.

પોલીસ ચેકિંગ કરી રહી હોય તો ક્યારેય ઓફિસરને ટચ ન કરો અને ઉતાવળમાં કોઈ સ્ટેટમેન્ટ આપવું નહીં.

-તમારા વાહનને પોલીસ જ્યારે પણ રોકે ત્યારે સૌથી પહેલાં તમારું ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન દેખાડો. ત્યારબાદ પોલીસ તમારું નામ પૂછી શકે છે. આ સમયે જો તમે કોઈ દલીલો કરો તો પોલીસ તમને અરેસ્ટ કરી શકે છે.

-પોલીસ જો તમારા ઘર કે કારને સર્ચ કરી રહી છે તો તમે તેમને સર્ચિંગ કરવાથી રોકી ના શકો. પોલીસ જો કહે કે તેમની પાસે સર્ચ વોરંટ છે તો તેમને સર્ચ વોરંટ દેખાડવાનું કહો.

કઈ વાતોનું ધ્યાન રાખવું?

-કંઈપણ બોલતા પહેલાં વિચારો, મૂવમેન્ટ, બોડી લેન્ગ્વેજ અને ઈમોશન્સ પર ધ્યાન આપો.

-પોલીસ સાથે ક્યારેય દલીલો કરવી નહીં, એવું કંઈપણ ન કહેવું જે તમારી જ વિરૂદ્ધ યુઝ કરવામાં આવે.

-પોલીસ તમારુ ચેકિંગ કરે તો હાથને ઉપર ઉઠાવો પોલીસ સાથે કો-ઓપરેટ કરો. ક્યારેય ભાગવું નહીં. પોલીસ ઓફિસરને ક્યારેય ટચ કરવું નહીં.

-તમને લાગે છે કે તમે નિર્દોષ છો તો પણ પહેલાં સ્ટેપમાં જ પોલીસનો વિરોધ ન કરો. કમ્પાઇલ ન કરો અને ઘટનાથી જોડાયેલ કોઈ સ્ટેટમેન્ટ ન આપો.

-અરેસ્ટ થઈ જાઓ તો સૌથી પહેલાં લોયરને ઈન્ફોર્મ કરો. ઓફિસરનો બેજ અને પોલીસ વાહન નંબર નોટ કરી લો.

-કોઈ પીડિત છે તો તેનું નામ અને ફોન નંબર લઈ લો. જો તમને કંઈ વાગ્યું છે તો ઈન્જરીનો ફોટો લઈ લો.

-જો તમને એવું લાગે છે કે તમારા અધિકારનો ક્યાંક ઉલ્લંઘન થયો છે તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં રિટન કમ્પલેન કરો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો