બદલાતી ઋતુની સાથે શરદી-ઉઘરસ, તાવ અને ફ્લૂથી બચવા માટે કરો આ ઘરગથ્થુ દેશી ઇલાજ, જાણો અને શેર કરો

બદલાતી ઋતુની સાથે, ખાસ કરીને આ દિવસોમાં લોકોની તબિયત ખરાબ થઇ જાય છે. લોકોને તાવ, ઉધરસ, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ થાય છે. એવામાં માનાવમાં આવે છે કે બદલાતી ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ થોડીક કમજોર થઇ જાય છે. જેનાથી બીમારીઓ શરીરને જલદી જકડી લે છે. ખાસકરીને આ ઋતુમાં બાળકો અને વૃદ્ધોને વધારે સાચવીને રહેવાની જરૂરત છે. કારણકે તેમની રોગ પ્રતિકારક શક્તિ વ્યસ્કોના મુકાબલામાં ઓછી હોય છે. આ દરેક બીમારીઓથી બચવા માટે આપણે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઇએ જેનાથી તમને શરદી-ઉધરસ અને તાવ જેવી બીમારીઓથી બચી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામાન્ય ફ્લૂના લક્ષણ

  • શરીરનો દુખાવો
  • તાવ
  • માથાનો દુખાવો
  • માંસપેશીઓમાં દુખાવો
  • નાક બંધ થવું
  • ઉધરસ આવવી

જોકે, કંઇક આ પ્રકારના લક્ષણો કોરોના વાયરસના પણ છે. જેથી બન્નેમાં ફરક કરવો થોડોક મુશ્કેલી છે. જેથી સારુ રહેશે કે તમે 3-4 દિવસ બાદ એક વખત ડોક્ટરથી જરૂર મળો. તે સિવાય આવો જાણીએ વાયરલ તાવ અને ફ્લૂથી બચવા માટે કયા ઘરેલુ ઉપાય જરૂરી છે.

દૂધમાં હળદર મિક્સ કરીને પીઓ
દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે. એવામાં તમે આ બન્ને મિક્સ કરીને પીશો તો તેનો બમણો ફાયદો મળશે. હળદર એન્ટીબાયોટિકનું કામ કરે છે. જેથી તેને દૂધમાં મિક્સ કરીને પીવું સારુ રહેશે. તમે રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડીક હળદર મિક્સ કરી લો અને તેને પીઓ,., જેથી તમને શરદી અને ઉધરસની સમસ્યા સહિત ફ્લૂથી પણ બચી શકશો.

ચ્યવનપ્રાશ
આમ તો ચ્યવનપ્રાશ લોકોને પસંદ હોય છે. પરંતુ તે બદલાતી ઋતમાં વધારે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જડી બુટ્ટીઓના ઉપયોગથી બનાવવામાં આવેલું ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક વસ્તુ છે. જે શરદી-ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો