ઠંડીમાં ગરમા ગરમ હૉટ એન્ડ સોર સૂપ હોટલમાં નહીં ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત
જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હોટ એન્ડ સોર સૂપ..
સામગ્રી
- 1/2 કપ – સમારેલી કોબીજ
- 1 નંગ – ગાજર(ઝીણા સમારેલા)
- 5 નંગ – મશરૂમ
- 1/2 કપ – ગાજર
- 1/2 કપ – ફણસી (સમારેલી)
- 1 નંગ – ડુંગળી (સમારેલી)
- 6 નંગ – લસણની કળી
- 1 ટૂકડો – આદુ
- 4 ચમચી – કોર્નફ્લોર (પાણી ઉમેરેલું)
- 1 ચમચી – કાળારી પાઉડર
- 3 ચમચી – સોયાસોસ
- 2 ચમચી – રાઇસ વિનેગર (ચોખાનું વિનેગર)
- 2-3 કપ – પાણી
- 1 મોટી ચમચી – તેલ
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ દરેક સામગ્રીને પાણીથી ધોઇને સમારી લો. મશરૂમને ભીના કપડા સ્વચ્છ કરી લો અને કટ કરી લો. હવે ગેસ પર પેન ગરમ કરવા રાખો. તેમા ડુંગળી, આદુ અને લસણ ઉમેરની ફ્રાય કરી લો. હવે ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ફણસી અને મશરૂમ ઉમેરી લો. હવે આંચ ધીમી કરીને મશરૂમ કિનારીથી હળવી બ્રાઉન થાય ત્યા સુંધી રાખો. હવે તેમા ગાજર અને કોબીજ ઉમેરી લો. તે પછી બે મિનિટ સુધી દરેક શાકને ચઢવા દો. હવે તેમા પાણી ઉમેરી સોયા સોસ અને મીઠુ ઉમેરીને મિક્સ કરી લો. હવે સૂપને મધ્યમ આંચ પર ચઢવા દો. તે પછી તેમા પાણી ઉમેરેલો કોર્નફ્લોર મિક્સ કરીને હલાવો. સૂપ થોડૂક ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તેમા કાળામરી પાઉડર અને વિનેગર મિક્સ કરો. હવે 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે હોટ એન્ડ સોર સૂપ.. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..