પૈસા માટે જ્યારે હોસ્પિટલે લાશ આપવાની ના પાડી તો પરિવારજનોએ લોન અને દાન માંગીને ભર્યું હોસ્પિટલનું બિલ
ઝારખંડની એક હોસ્પિટલનો કિસ્સો સાંભળતા માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. ઝારખંડની એક હોસ્પિટલમાં દર્દીનું મોત થતા લાશ લેવા ગયેલા પરિવારના સભ્યોને હોસ્પિટલના મેનેજરે કહ્યું હતું કે, પહેલા પૈસા ભરો પછી લાશ મળશે. પરિવારના સભ્યનું અંતિમવાર મ્હોં જોવા માટે પરિવારજનોએ હોસ્પિટલમાં રહેલા અન્ય લોકો પાસેથી દાન ભેગુ કર્યું અને ત્યારબાદ હોસ્પિટલનું બિલ ભરીને પરિવારના સભ્યનો મૃતદેહ મેળવ્યો હતો.
મીડીયાના અહેવાલ અનુસાર ઝારખંડ રાચીની રાજ હોસ્પિટલમાં સોમવારે દર્દીના મોત પછી પરિવારજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર પૈસા માટે લાશ અટકાવી રાખવાનો આરોપ લગાવીને હોબાળો કર્યો છે. પરિવારજનોનો આરોપ હતો કે, આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ હોવા છતાં પણ 54 હજાર રૂપિયાનું બિલ પકડાવી દીધું. પરિવારજનોએ 44 હજાર રૂપિયાની લોન લઈને હોસ્પિટલ મેનેજમેન્ટને આપ્યા, પરંતુ તે છતાં પણ 10 હજાર ઓછા હોવાની વાત કહીને હોસ્પિટલ મેનેજમેન્ટે લાશ લઈ જવાની ના પાડી.
મૃતકનું નામ અમર સિંહ હતું અને તે સિંહ મોડમાં રહેતો હતો. તે હટિયા રેલવે કેન્ટિનમાં કામ કરતો હતો. તેને ચક્કર આવવાની ફરિયાદ હતી. મૃતક સાથે રહેનાર રમેશ સિંહે જણાવ્યું કે, રવિવારે રાતે અમરનું એમઆરઆઈ કરાવવા માટે રાજ હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં દાખલ કર્યો અને સારવાર દરમિયાન મોત થઈ ગયું. અમર પાસે આયુષ્માન ભારતનું કાર્ડ પણ હતું. મૃતકના પરિવારજનો તથા આસપાસ હાજર રહેલા લોકોએ દાન એકઠું કર્યું ત્યારે પરિવારજનો લાશને લઈ ગયા.
માત્ર 10 હજાર રૂપિયા માટે ન જાગી સંવેદના
રાજ હોસ્પિટલના મેનેજર યોગેશ ગંભીરે કહ્યું કે, પૈસાનો કોઈ વિવાદ જ નથી. દર્દીના મોત પછી તેમની પત્નીએ કહ્યું હતું કે, રાતે તે લાશ નહીં લઈ જાય. લાશ મડદાઘરમાં રાખવામાં આવે. સવારે પરિવારજનો ઈલાજમાં ખર્ચ થયેલા પૈસા આપીને લાશ લઈ ગયા. પરિવારજનોએ કોઈ ફરિયાદ નોહીત કરી. ઓપીડીમાં એમઆરઆઈ થયું, જે આયુષ્માનમાંકવર નથી. આયુષ્માન ભારત કે અન્ય વીમા યોજના માટે હોસ્પિટલમાં એક ફોર્મ પણ ભરાય છે. આ દર્દીના પરિવારજનો પાસે ભરાવાયું હતું, જેમાં તે કોઈ વીમા લાભથી ઢંકાયેલું નથી..