મોબાઇલ ફોનના વધુ ઉપયોગના કારણે યુવાનોની ખોપરીમાં શીંગડાંના આકારનું હાડકું વધી રહ્યું છે: રિસર્ચ

મોબાઇલ ટેક્નોલોજી અપડેટ થવાની સાથે વાંચવામાં, કામ કરવામાં, વાત કરવામાં તેમજ શોપિંગ કરવા જેવી દરેક વસ્તુમાં સુધાર આવ્યો છે. પરંતુ આપણે હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણી સામે જે મશીન્સ ચાલે છે તે આપણાં શરીરમાં ફેરફાર કરી રહ્યા છે. માત્ર શરીર જ નહીં ટેક્નોલોજીના કારણે આપણા વર્તન અને આદતમાં પણ ફેરફાર આવ્યો છે.

બાયોમિકેનિક્સના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે ,કે યુવાનોમાં લોકોની ખોપરીના પાછળના ભાગમાં શીગડાં જેવા આકારનું અણીદાર હાડકું વધી રહ્યું છે. મોબાઇલ ફોનના સતત ઉપયોગના કારણે માથું નીચેની તરફ ઝુકેલું રહે છે. જેના કારણે માથાનો ભાર પાછળના ભાગેથી ઊતરીને કરોડરજ્જુ પર પડે છે. જેના કારણે સ્નાયુ અને લિગામેન્ટ્સ સાથે સંકળાયેલું આ હાડકું વધે છે. હાડકામાં થતી આ વૃદ્ધિના કારણે ચામડીની જાડાઈમાં પણ વધારો થાય છે. ત્યારબાદ ચામડીનો એ ભાગ ગંઠાઈ જાય છે. પરિણામે ગળાની ઉપરના ભાગે ખોપરીની અંદર શીંગડાંના આકારનું હાડકું બહારની તરફ વધતું જાય છે.

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સનશાઇન કોસ્ટ યુનિવર્સિટીના સંશોધકોએ એક દલીલ કરી છે કે પુખ્ત વયના યુવાનોના હાડકાંનો વિકાસ મોડર્ન ટેક્નોલોજીના કારણે બદલાઈ રહ્યો છે. સ્માર્ટફોન્સ અને અન્ય હેન્ડહેલ્ડ ડિવાઇસના વપરાશ માટે યુવાનો તેમનું માથું બેન્ડ કરીને બેસે છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે તેમનાં આ સંશોધનથી રોજિંદા જીવનમાં અદ્યતન તકનીકના પ્રવેશથી શારીરિક અથવા હાડપિંજર પર શું અસર પડે છે તેનો દસ્તાવેજ પણ તેઓ બનાવી ચૂક્યા છે.

આ સંશોધન બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ શીંગડાં આકારના હાડકાંને હેડ હોર્ન્સ, ફોન બોન્સ, સ્પાઇક્સ, અને વિઅર્ડ બમ્પ્સ નામ આપ્યાં છે. આ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં પી.એચ.ડી કરેલ અને આ પરીક્ષણનો પ્રથમ સંશોધક શહર ડેવિડનું કહેવું છે કે, માનવની ખોપરીમાં વધી રહેલાં આ હાડકાંના કારણે માથા, ગળા અને કમરનો દુખાવો શરૂ થઈ શકે છે. આ હાડકું તેનાં મૂળભૂત કદથી 3થી 5 મિલીમીટર જેટલું વધેલું હતું. તેનો સંકેત એ છે કે આ વ્યક્તિનું માથું અને ગરદન યોગ્ય ગોઠવણીમાં નથી.

ક્વીન્સલેન્ડમાં લેવામાં આવેલા ગરદન એક્સ-રેના રિપોર્ટ સાથે ત્રણ વર્ષ પહેલાં તેમનું રિસર્ચનું કાર્ય શરૂ થયું હતું. ખોપરીના આ એક્સ-રેમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ વિસ્તારનું એક હાડકું જરૂર કરતાં વધેલું હતું. તેને તબીબી ભાષામાં એન્થોસોફિટ્સ કહેવાય છે, જે માથાના પાછળના ભાગમાં જોવા મળે છે.

સંશોધકોનું પ્રથમ પેપર વર્ષ 2016માં જર્નલ ઓફ એનાટોમીમાં પ્રકાશિત થયું હતું, જેમાં 18 થી 30 વર્ષની વયના 218 યુવાનોના ખોપરીના એક્સ-રે લેવામાં આવ્યા. જેમાં 41% યુવાનોની ખોપરીમાં હાડકાંનો આ વધેલો ભાગ જોવા મળ્યો. મહિલાઓની સરખામણીએ પુરુષોમાં આ ભાગ વધુ જોવા મળ્યો. વર્ષ 2018માં ક્લિનિકલ બાયોમિકેનિક્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અન્ય એક પેપરમાં ચાર ટીનેજર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ખોપરીમાં વધેલું આ શિંગડાથી ગળાના સ્નાયુઓને ભાર પડે છે એ વાત કરવાને બદલે એવી દલીલ કરવામાં આવી હતી કે માથાના ઊગતું આ શિંગડાનું કારણ આનુવંશિક પરિબળો કે બળતરા નથી.

આખરે મહિના અગાઉ પ્રકાશિત થયેલા ક્વિન્સલેન્ડના સાયન્ટિફિક રિપોર્ટ્સમાં 18 થી 86 વર્ષની વયના 1,200 એક્સ-રેના નમૂનાને ધ્યાનમાં લેવામાં આવ્યા. જેમાં સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે વસ્તીના 33% લોકોમાં હાડકાંના વિકાસનું કદ ઉંમર સાથે ઘટતું ગયું હતું. આ શોધ અસ્તિત્વમાં રહેલી વૈજ્ઞાનિક સમજણથી વિપરીત હતી, જેણે લાંબા સમય સુધી એવું માન્યું હતું કે ખોપરીનું આ શિંગડાવાળું હાડકું ઉંમર વધવાની સાથે વધે છે. આ ઉપરાંત, જો બાળપણમાં વધુ સ્ટ્રેસ પડ્યો હોય તો પણ આ હાડકું વધી શકે છે એવું પણ તારણ નીકળ્યું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો