જાણો, મધમાખી, સાપ કે વીંછી કરડ્યો હોય તો સૌથી પહેલાં શું કરવું?
મધમાખી કરડી જાય તો સોજો આવી જાય ને ઘણાને તો તેનું ઇન્ફેક્શન પણ થાય. વળી વિંછી કરડે તો તો ઝેર ચડે.
દરવખતે તેને મટાડવા તાત્કાલિક દવાખાને પહોંચવું શક્ય ના પણ હોય અને કેટલીક વાર તો પરિસ્થિતી એવી પણ હોય કે ઘરઘથ્થુ ઉપચાર અજમાવવામાં આવે તો મટી પણ જાય.
તો આવી પરિસ્થિતીમાં કેવા-કેવા ઘરઘથ્થુ ઉપચારો અજમાવવામાં આવે તો, તાત્કાલીક રાહત મળે તે જાણવું બહુ જરૂરી છે.
ઝેરી જંતુઓ કરડે તો, પ્રાથમિક સારવારમાં કયા કયા ઘરઘથ્થુ નૂસખા અજમાવી શકાય…
૧. મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
૨. મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
૩. ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
૪. કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
૫. કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.
૬. કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.
૭. કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
૮. કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે.
૯. વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૧૦. વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે.
૧૧. વીંછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૧૨. વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
૧૩. વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૧૪. તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
૧૫. વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.
૧૬. કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.
૧૭. વીંછીના દંશસ્થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.
૧૮. મચ્છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
૧૯. કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.
૨૦. ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.
૨૧. મચ્છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.
૨૨. ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
૨૩. સાપ કરડે ત્યારે દસથી વીસ તોલા ચોખ્ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.
૨૪. વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
૨૫. સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..