આ રીતે સરળતાથી ઘરે જ બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત
ઘરે માખણ બનાવવું હોય તો તમે તેને ગાય કે ભેંસના દૂધની ક્રીમ અથવા દૂધમાંથી નીકળતી મલાઇથી બનાવી શકો છો. ગાયના દૂધથી નીકળતી મલાઇમાં માખણની માત્રા ઓછી હોય છે અને તે પીળા રંગનું હોય છે. જ્યારે ભેંસના દૂધમાંથી નીકળતી મલાઇમાંથી માખણ વધુ માત્રામાં બને છે. ચાલો તમને જણાવીએ ઘરે તમે કેવી રીતે સરળતાથી અમૂલ જેવુ બટર બનાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બજાર જેવું બટર બનાવવાની આ છે રીત
જો તમારા ઘરમાં રોજ ફુલ ક્રીમ મિલ્ક આવતું હોય તો તેની મલાઇ ભેગી કરો.
7થી 10 દિવસ મલાઇ ભેગી કરો. તે બાદ બટર કાઢતા પહેલા તેને 4થી 5 કલાક ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દો.
મલાઇ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો તેને મિક્સર જારમાં નાંખી દો.
4 કપ મલાઇમાં અડધો કપ પાણી નાંખી દો અને તે બાદ મિક્સર ચલાવી દો. થોડી જ મિનિટમાં માખણ ઉપર જમા થઇ જશે અને છાશ મિક્સરમાં નીચે રહી જશે. જો એવું ન થાય તો મિક્સરને ફરી ચલાવો જેથી માખણ એકઠુ થઇ જાય.
હવે એક ચમચીની મદદથી માખણ કોઇ વાસણમાં કાઢી લો.
આ રીતે નીકળેલા માખણમાં થોડી છાશનો ભાગ રહી જશે. માખણને બરફના ઠંડા પાણીમાં કાઢીને મૂકી દો.
બે-ત્રણ મિનિટ બાદ આંગળીથી લાડુની જેમ દબાવીને માખણમાંથી પાણી નીચોવી લો.
આ રીતે માખણમાંથી છાશ પૂરી રીતે નીકળી જાય છે અને માખણ વધુ સ્વાદિષ્ટ બને છે. આ માખણ તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. એકથી બે અઠવાડિયા સુધી તે તાજુ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..