નાની ઉંમરમાં સફેદ વાળ થવાના કારણે પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયથી સફેદ વાળની સમસ્યા થશે દૂર

આજના સમયમાં સફેદ વાળ દરેક લોકોની સમસ્યા બની ગઇ છે. જે ઓછી ઉંમરમાં સફેદ વાળ આવવાના કારણે લોકો પરેશાન રહે છે. જેને લઇને લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જેથી વાળ ખરવાનું શરૂ થઇ જાય છે. જો તમે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માંગો છો તો આજે અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

આંબળા અને મેથીના બીજ

તમે સૂકા આંબળાથી પાવડર બનાવી લો. તે બાદ થોડાક મેથીના દાણા લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લો. હવે તે બન્નેને મિક્સ કરી લો અને થોડૂંક પાણી ઉમેરો, તે બાદ તેને હેર માસ્કની જેમ લગાવો અને આખી રાત લગાવી રાખો, સવારે ઉઠીને માઇલ્ડ શેમ્પુથી તેને ધોઇ લો. જેથી તમે સફેદ વાળની સમસ્યાથી બચી શકશો.

લીમડો અને કોપરેલ

જેના માટે તમે કોપરેલમાં થોડાક લીમડાના પાન ઉકાળી લો તેને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી તે કાળા ન થઇ જાય. હવે તેને ગાળીને ઠંડુ કરી લો તે બાદ તેનાથી વાળ પર માલિશ કરો આખી રાત તેને રહેવા દો અને સવારે માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. તમને ધીમે-ધીમે ફરક જોવા મળશે.

બદામનું તેલ અને લીંબુનો રસ

જેના માટે તમે થોડૂંક બદામનું તેલ લો અને તેમા લીંબુનો રસ મિક્સ કરી લો. જેને તમે તમારા સ્કેલ્પ અને વાળ પર બરાબર રીતે લગાવી લો અને તેના મિશ્રણથી માલિશ કરો. હવે અડધો કલાક રાખી મૂકો અને શેમ્પુથી વાળ ધોઇ લો. જેથી તમારા વાળ સફેદ નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો