અનેક રોગોમાં રામબાણ છે આ વસ્તુ, રોજ 1 ચમચી સેવન કરશો તો નહીં થાય રોગો, જાણો અને શેર કરો
કોરોનાએ દેશમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ત્યારે તેનાથી બચવા માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. જેમાં મધ તમારી મદદ કરી શકે છે. આયુર્વેદમાં મધને અમૃત સમાન ઔષધી માનવામાં આવે છે. ઈમ્યૂનિટીને મજબૂત કરવા માટે મધ બેસ્ટ ઔષધી છે અને તેમાં અઢળક પોષક તત્વો પણ રહેલાં છે. ડોક્ટર પણ મધ ખાવાની સલાહ આપે છે કારણ કે મધથી શરીરને ઉર્જા પ્રાપ્ત થાય છે. મધ આરોગ્ય માટે અત્યંત ગુણકારી હોય છે. અમૃત સમાન મધ શરીરને સ્વાસ્થ્ય,સુંદર, ઉર્જાવાન અને નિરોગી બનાવી રાખે છે.
મધના ફાયદા
દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેના કારણે બીમારીઓ પાસે ફરકતી નથી. મધનું સૌથી ખાસ ગુણ એ છે કે તે ક્યારેય ખરાબ થતું નથી. મધ જેમ-જેમજૂનું થતું જાય છે તેમ-તેમ તે વધુ ઉપયોગી થતો જાય છે.
જો લાંબા સમયથી ઉધરસની સમસ્યા છે તો મધનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સંક્રમણને અટકાવવાનું કામ કરે છે. સાથે જ મધ સરળતાથી કફ દૂર કરે છે. આદુના રસમાં મધ મેળવીને ખાવાથી પણ ઘણી રાહત મળે છે.
મધ વજન ઘટાડવા માટે પણ મદદગાર સાબિત થઇ શકે છે. મધ કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે. વજન ઘટાડવા માટે તમે હળવા ગરમ પાણીમાં મધ મેળવીને સવારે ખાલી પેટ પી શકો છો.
ગળાના દુખાવાને દૂર કરવા માટે પણ મધ ખૂબ અસરકારક છે. જો તમને ગળું દુખતું હોય તો મધનું સેવન કરવાથી તમને ઘણી રાહત મળશે
કબજિયાત એ અનેક રોગોનું મૂળ છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે મધ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી પેટના ગેસ અને એસિડિટીથી પણ ઘણી રાહત મળે છે. કબજિયાતમાં ટમેટાના રસમાં મધ મેળવીને પીવાથી લાભ થાય છે.
મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરીગુણધર્મો છે. જો કોઈ પણ જગ્યાએ સોજો અથવા દુખાવો થાય છે, અથવા જો કોઈ ઘા છે, તો તે જગ્યાએ મધનો સીધો ઉપયોગ કરી શકાય છે. આનાથી ઘણો આરામ મળશે.
જો તમારી ત્વચા ખૂબ શુષ્ક હોય તો ત્વચામાં મોઈશ્ચર લાવવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે ફેસપેક તરીકે મધનો ઉપયોગ કરી શકો છો
તુલસી અને આદુના રસને મધ સાથે લેવાથી શરદી મટે છે.
હળદળ અને સૂંડના ચૂર્ણ સાથે મધ લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે.
એક કપ દૂધમાં એક ચમચી મધ મેળવી પીવાથી અશક્તિ દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..