કેળાની છાલ ચપટી વગાડતા જ મટાડી દેશે શરદી-ખાંસીથી થતો ગળાનો દુ:ખાવો, જાણો અને શેર કરો
કેળા ખાધા બાદ આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ, પરંતુ આ નકામી છાલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રખ્યાત ન્યુટ્રિશનિસ્ટ સોનાલી સબરવાલના જણાવ્યા અનુસાર, કેળાની છાલ તમારા ગળામાં શરદી-ખાંસીને કારણે થતા દુ:ખાવામાં રાહત આપે છે. આ અંગે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. અહીં જાણીએ ગળાના દુ:ખાવાને દૂર કરવા માટે કેળાની છાલ કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે.
આ રીતે કરો કેળાની છાલનો ઉપયોગ
શરદી-ખાંસીને કારણે ગળામાં થતો દુ:ખાવો દૂર કરવા માટે કેળાની છાલને ચાર ભાગમાં વહેંચો. હવે ગેસ ચાલુ કરીને તવાને ગેસ પર રાખો. તેના પર ઓછા તાપે કેળાની છાલ ગરમ કરો. ધ્યાન રાખો કે છાલને એટલી જ ગરમ કરવી, જેટલી ગરમ તમે તેને તમારી ત્વચા પર સહન કરી શકો. જ્યારે કેળાની છાલ ગરમ થાય, ત્યારે રૂમાલ લો અથવા જાડુ સુતરાઉ કાપડ લો.
પછી ગરમ કરેલા કેળાની છાલને આ કપડામાં લપેટીને તેને ફોલ્ડ કરો. હવે આ કપડાને તમારા ગળામાં લગાવીને શેક કરો. જો ટુવાલ અથવા કાપડ મોટું હોય અને તેને ગળામાં લપેટવું સહેલું હોય, તો તમે તેને ગરદનની આસપાસ પણ લપેટી શકો છો. આ કાપડથી તમે ત્યાં સુધી શેક શકો છો, જ્યાં સુધી તમને તેની ગરમાહટથી દુઃખાવામાં રાહતનો અનુભવ થાય.
આમ કરવાથી તમને દુઃખાવામાં રાહત મળી શકે છે, પરંતુ ધ્યાન રાખવું કે કેળાની છાલથી ગળાની સફાઈ ત્યારે જ કરવાની રહેશે, જયારે તમને આ દુખાવો શરદી-ખાંસીના કારણે થતો હોય. ગળામાં કોઈ બીજી તકલીફ થવા પર તમારે આ ઉપાય નથી અજમાવવાનો. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે જયારે તમે ગળા પર લપેટેલું કપડું હટાવો, તો કોઈ અન્ય કપડાંથી તમારા ગળાને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો. સાથે જ સફાઈ બાદ ઠંડુ પાણી બિલકુલ ન પીવો.
આ રીતે પણ થઇ શકે છે છાલનો ઉપયોગ
– કેળાની છાલને પોતાની સ્કિન પર હલકા હાથે રગાળવાથી ડાઘ દૂર થઇ જાય છે. આ માટે કેળાની છાલ પર અડધી ચમચી મધ અને એક ચપટી હળદર નાંખીને ઉપયોગ કરો.
– આંખનો થાક દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કાકડીના ટુકડાની જેમ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખો.
– કેળાની છાલ લગાવવાથી પગમાં દુ:ખાવો દૂર કરી શકાય છે. આ માટે કેળાની છાલ ગરમ કરો અને તેને કપડામાં બાંધી દો.
– તમે ચામડાની ચંપલને પોલિશ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે છાલના સફેદ ભાગને જૂતા પર થોડું ઘસવું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..