જીભમાં ચાંદી પડી જાય છે? તો અજમાવો આ સરળ ઘરેલું ઉપચાર, તરત રાહત મળશે
ચાંદી પડતી કોઈ ગંભીર સમસ્યા નથી. આ સામાન્ય વાત છે અને દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક આ સમસ્યા થાય છે. આમ તો જીભમાં ચાંદી પડે તે મટવામાં 7થી 10 દિવસ જતા રહે છે, પરંતુ તેના કારણે ખાવામાં ખૂબ તકલીફ પડે છે અને તે બળતરા સહન થતી નથી. કેટલાક ઘરેલુ નુસખાથી તેનાથી રાહત મેળવી શકો છો.
મીઠું
મીઠામાં સોડિયમ ક્લોરાઈડ હોય છે, જે ચાંદીના કારણે આવેલા સોજાને દૂર કરે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જીભ પર ચાંદી થવાથી સંબંધિત સંક્રમણને દૂર કરે છે. એક કપ ગરમ પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરો. આ મિશ્રણથી કોગળા કરો. દિવસમાં એક જ વખત આમ કરવું.
લવિંગનું તેલ
લવિંગમાં એગુનોલ હોય છે, જે સોજો દૂર કરે છે. જીભ પરની ચાંદી ઠીક કરવા માટે એક કપ ગરમ પાણીમાં લવિંગના તેલના 3-4 ટીપાં નાખો અને આ મિશ્રણથી કોગળા કરો. આ ઉપાય દિવસમાં ત્રણથી ચાર વખત કરવો.
બરફ
જીભની પરની ચાંદી દૂર કરવામાં બરફ મદદ કરી શકે છે. આ માટે ચાંદી પર બરફનો ટુકડો મૂકો. જ્યાં સુધી સહન કરી શકો ત્યાં સુધી આમ કરવું. બાદમાં થોડીવાર માટે હટાવીને ફરીથી આમ કરવું. બરફની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.
તુલસી
તુલસીમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જીભ પરની ચાંદીથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કરી શકો છો. તુલસીના 2-3 પાન લો અને તેના પર મીઠું ભભરાવી ચાવો. તુલસીમાંથી જે રસ નીકળે તે પી જવો. દિવસમાં 2-3 વખત આ ઉપાય કરવો.
હળદર
હળદર સોજો અને દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે. હળદરમાં થોડું મધ અથવા દૂધ ઉમેરીને આંગળીથી ચાંદી પર લગાવો. થોડી મિનિટ માટે એમ જ રહેવા દો અને બાદમાં હુંફાળા પાણીથી કોગળા કરો.
એલોવેરા જેલ
એલોવેરા જેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે તેથી જીભની ચાંદીની સારવાર માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરા જેલ સોજો ઓછો કરે છે. થોડું એલોવેરા જેલ લો અને તેને પાંચ મિનિટ માટે જીભ પર લગાવો. બાદમાં હુંફાળા પાણીથી કોગળા કરી લો.
આદુ અને લસણ
આદુ અને લસણમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી અને માઈક્રોબિયલ-રોધી ગુણ હોય છે. જીભ પરથી ચાંદી દૂર કરવા માટે બંનેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય માટે 2-3 લસણની કળી અને 1 ઈંચ આદુને મોંમાં મૂકીને ચાવો. તમે ભોજનમાં પણ તેનો ઉપયોગ કરી શકો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..