ઋતુ બદલાતા ગળામાં ખીચખીચ થાય છે? આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી મેળવી શકો છો રાહત
અત્યારે ઋતુ બદલવાની શરૂઆત થઇ ચૂકી છે. પરિણામે અનેક લોકોના ગળામાં દુઃખાવો થઈ રહ્યો છે. ગાળામાં હળવો સોજો પણ આવી જાય છે. હાલ કોરોના મહામારીમાં થોડીક ઉધરસ પણ હોય તો ભયનો માહોલ સર્જાય જાય છે. આવી સ્થિતિમાં તમે સરળ અને અસરકારક ઘરેલું ઉપચારથી રાહત મેળવી શકો છો.
મીઠા અને નવશેકા પાણીના કોગળા
ગળામાં દુ:ખાવો થતો હોય તો મીઠાવાળા હુંફાળા પાણીમાં કોગળા કરવાની ખૂબ જૂની પદ્ધતિ છે. મીઠામાં એન્ટી બેક્ટિરિયલ ગુણ હોય છે. જે ગળાની તકલીફને દૂર કરે છે. તે માટે તમારે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવો અને દિવસમાં 3થી 4 વખત કોગળા કરો. રાહત થશે.
હળદરવાળું દૂધ
દૂધમાં હળદર મિક્સ કરી પીવાથી ગળાના દુ:ખાવામાં ખૂબ રાહત છે. તેનાથી આરામ મળે છે. હળદરનાં દૂધમાં કુદરતી એન્ટિબાયોટિક ગુણધર્મો હોય છે.
હર્બલ ચા
એક ગ્લાસ દૂધમાં એક ટુકડો હળદર, તજ, લિકોરિસને 10 મિનિટ સુધી ઉકાળો અને પાણીને દિવસમાં 3થી 4 વખત પીવો. રાહત મળશે.
મધનો ઉપયોગ
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત પીવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. સામાન્ય રીતે મધ હ્યુપેરટોનિક ઓસ્મોટિક હાઈપરોનિક ઓસમાટીક જેવું હોય છે. જે ગળાના સોજા અને દુઃખાવો દૂર કરે છે.
એપલ વિનેગર
ગળામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયાનો ખાત્મો કરવા માટે એપલ વિનેગર પણ ફાયદાકારક નીવડી શકે છે. એક ચમચી વિનેગર અને હર્બલ ટીમાં ભેળવી પીવાથી અને એક ચમચી વિનેગરને પાણીમાં ભેળવી કોગળા કરવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..