ચોમાસામાં હાથ-પગની ચામડી ઉતરી જાય છે? તો કરો આ ઘરેલું ઉપાય, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

ચોમાસની ઋતુ (Rainy Season) શરૂ થઇ ચૂકી છે. અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ પડે છે, તો ઘણી રાહતનો અનુભવ થાય છે. પરંતુ ઘણી વખત ચોમાસામાં અમુક લોકોને ચામડીની સમસ્યાઓ (Skin Problems) ઉદ્દભવે છે. તેમાં પણ ખાસ કરીને હાથ અને પગની ચામડી ઉતરવાની સમસ્યા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં તમારા હાથ કે પગના તળીયા પરથી ત્વચાનું ઉપરનું પળ ફાટવા કે ઉતરવા લાગે છે. જે જોવામાં ખૂબ અજીબ લાગે છે અને તમે તેનાથી જલદી છૂટકારો પણ મેળવવા માંગતા હશો. હકીકતમાં આ સમસ્યા ઘણી વખત ત્વાચાની શુષ્કતાના કારણે થઇ શકે છે. આમ તો હાથ કે પગની ચામડી ઉતરવાની આ સમસ્યા થોડા સમયમાં જાતે જ મટી જાય છે, પરંતુ જ્યાં સુધી ચામડી ઉતરતી દેખાય છે, તેનાથી અન્ય લોકો સામે શરમ અનુભવાય છે. એવામાં અમુક ઘરેલું ઉપાયો અજમાવી તમે આ સમસ્યાથી જલ્દી છુટકારો મેળવી શકો છો.

મોઈસ્ચરાઇઝરનો ઉપયોગ
મેડિકલ ન્યૂઝ ટૂડેના એક અહેવાલ અનુસાર ત્વચા ઉતરવાની સમસ્યાથી પરેશાન છો તો મોઈસ્ચરાઝરનો ઉપયોગ ફાયદાકારક છે. પરંતુ ધ્યાન રાખો કે સુગંધરહિત મોઈસ્ચરાઇઝરનો જ ઉપયોગ કરવો.

સુગંધરહિત ક્લિન્ઝરનો ઉપયોગ
ક્લિન્ઝર પણ ઉતરતી ચામડીની સમસ્યા માટે ફાયદાકારક છે. તેના માટે સુંગધિત કે જીવાણુરોધી ક્લિન્ઝરનો ઉપયોગ કરવાથી બચવું, કારણ કે તે ત્વચામાં શુષ્કતા વધારી શકે છે.

ગરમ પાણીથી ન્હાવું
લગભગ 5 મિનિટ માટે શાવર લો કે સ્નાન કરો. તેનાથી ત્વચાને વધુ શુષ્ક થવાથી રોકી શકાશે. આ સિવાય ન્હાવા માટે ખૂબ ગરમ પાણીની જગ્યાએ નવશેકા પાણીનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા પણ તેલ મુક્ત રહેશે એટલે કે ત્વચામાંથી વધારાનું તેલ ઓછું કરવામાં મદદ મળશે.

ફાયદાકારક છે મધનો ઉપયોગ
મધને ત્વચા સંબંધિત ઘણા લાભોનો શ્રેય આપવામાં આવે છે. મધ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. આ સિવાય મધ ત્વચાના સંક્રમણથી લડવામાં કે તેને રોકવામાં પણ મદદ કરે છે. મધ માત્ર સ્કિન સંબંધી જ નહીં પરંતુ તમારા સંવેદનશીલ ઉતરતી ત્વચાની પણ રક્ષા કરે છે. એવામાં તમે સ્કીન પર તેને સીધું વાપરી શકો છો.

ત્વચાને ઉતરતી રોકવા માટે કરો આ કામ

હેલ્ધી ડાયટ લો
ઇમેડી હેલ્થના એક રિપોર્ટ અનુસાર સ્વસ્થ ભોજન ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ બને છે. તમારી ખોરાકની ખરાબ ટેવો ત્વચાની સમસ્યા વધારી શકે છે. એવામાં તમે તમારા શરીરને પોષણ સંબંધી જરૂરાયાતોને પૂરી કરવા માટે સંતુલિત, સારું ડાયટ લો. ભોજનમાં નટ્સ, માછલી, અળસી, ચિયા સીડ્સ વગેરે સામેલ કરો.

ત્વચાને તડકાથી બચાવો
સૂર્યના પ્રકાશમાં યૂવી કિરણો હોય છે જે ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે અને ચામડી ઉતરવાની સમસ્યાનું પ્રમુખ કારણ બને છે. તેથી તમારી ત્વચાને તડકાથી બચાવો અને ઘરથી બહાર નિકળતી સમયે શરીરને ઢાંકી લો.

ખૂબ પાણી પીવો
દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીને તમારી અંદરની ત્વચાને હાઇડ્રેટ રાખો. એક સમયે એક સાથે વધુ પાણી પીવાની જગ્યાએ દિવસ દરમિયાન પ્રવાહીનું સેવન વધુ પ્રમાણમાં કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો