ટાંકાનાં નિશાન રહી જાય છે? ટાંકાનાં નિશાન દૂર કરવા માટે અકસીર છે  આ ઘરેલુ ઉપચાર, જાણો અને શેર કરો

બાળપણમાં પડી જવાથી શરીરના કોઈપણ ભાગે ટાંકા આવ્યા હોય તો તેનું નિશાન ઝટ દઇને જતું નથી હોતું. ખાસ કરીને ચહેરા ઉપર ટાંકાનાં નિશાન રહી ગયાં હોય તો તે સ્ત્રીઓની સુંદરતામાં ગ્રહણ લગાડતાં હોય છે. મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે ચહેરા ઉપરના ટાંકાનાં નિશાન જલદીથી દૂર નથી થતાં. માત્ર ઘાવના જ ટાંકા નહીં, ડિલિવરી વખતે સી સેક્શન કરાવ્યું હોય તો તેના ટાંકા પણ પીછો નથી છોડતા. જોકે તેનાથી છુટકારો આપણી આસપાસની વસ્તુઓ જ અપાવી શકે છે. તેના માટે મોંઘા ભાવના ક્રીમનો ઉપયોગ કરવાની જરૂર નથી. તેને દૂર કરવા ઘરેલુ ઉપાય પણ અજમાવી શકાય છે.

એલોવેરા             
ટાંકાનું નિશાન હોય ત્યાં દરરોજ એલોવેરા લઇ તેની અંદરનો પલ્પ લગાવવો. એલોવેરા સતત લગાવવાથી ટાંકાનાં નિશાન સમયાંતરે ઓછાં થવા લાગતાં હોય છે. એલોવેરા આમ પણ અનેક ઘાવનાં નિશાનને દૂર કરનાર સાબિત થઇ ચૂક્યું છે. તે ટાંકાનાં નિશાન દૂર કરવા માટે પણ અકસીર છે.  

લીંબુનો રસ  
એક કે બે લીંબુ લઇને તેનો રસ કાઢી તેની અંદર રૂ બોળીને તેને ટાંકા લીધા હોય તે જગ્યાએ લગાવવું. દિવસમાં બે વાર આ ઉપાય અજમાવવાથી ધીરે ધીરે ટાંકાનાં નિશાન દૂર થઇ જશે.લીંબુમાં વિટામિન સીની માત્રા ભરપૂર હોય છે, તે ત્વચા પરના દરેક ઘાવને દૂર કરવાનું કામ કરી શકે છે.

કાંદા અને વિટામિન ઈ  
કાંદાના રસમાં વિટામિન ઇ કેપ્સ્યૂલનું ઓઇલ મિક્સ કરી તે મિશ્રણને ટાંકાના નિશાન ઉપર લગાવવું. ટાંકાનાં નિશાન ઉપર આ મિશ્રણને પંદર મિનિટ સુધી લગાવતાં રહેવું.જ્યાં સુધી નિશાન નીકળી ન જાય તેટલા દિવસ આ ઉપાય અજમાવવો. આશરે એક મહિનો સતત આ મિશ્રણ લગાવવાથી ટાંકાનાં નિશાન દૂર થશે.

ટી ટ્રી ઓઇલ અને નારિયેેળ ઓઇલ  
ટી ટ્રી ઓઇલ અને નારિયેળ તેલને મિક્સ કરીને ટાંકાનાં નિશાન ઉપર લગાવી દેવું. આશરે એક મહિનો સતત આ ઉપાય અજમાવવાથી પણ ટાંકાનું નિશાન દૂર થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો