કાળી પડી ગયેલી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દુર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપચાર, જાણો વિગતે

યુવતીઓ હંમેશા તેમના ચહેરાને સુંદર બનાવી લે છે પરંતુ તેમની કોણી અને ઢીંચણ પર ધ્યાન આપતી નથી. યુવતી કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા માટે અનેક પ્રકારની ટ્રીટમેન્ટ અને ક્રીમ્સ ટ્રાય કરતી રહે છે. પરંતુ કોઇ ફરક પડતો નથી. પરંતુ અમૂક ઘરેલૂં ઉપાયથી કોણી અને ઢીંચણની કાળાશને હંમેશા માટે દૂર કરી શકો છો. તો આવો જોઇએ કોણી અને ઢીંચણની કાળાશ દૂર કરવા અસરદાર ઘરેલૂ ઉપાય..

લીંબૂ અને બેકિંગ સોડા

લીંબૂના રસ અને બેકિંગ સો઼ડાને બરાબર પ્રમાણમાં મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર સ્ક્રબની જેમ ઉપયોગ કરો. તે બાદ પાણીથી તેને સાફ કરી મોઇસ્ચરાઇઝ કરો. આ ત્વચાની ખરાબ સ્કિન નીકાળીને તેની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

એલોવેરા

2 ટમચી એલોવેરામાં 1/2 કપ દહીં મિક્સ કરીને તેને ઢીંચણ અને કોણી પર 15-30 મિનિટ સુધી લગાવીને પાણીથી સાફ કરી લો. આ સ્કિનને મોઇસ્ચરાઇઝ કરીને કાળાશ દૂર કરવામાં મદદ કરે છે.

હળદર

હળદરમાં 1 ચમચી મલાઇ મિક્સ કરીને કોણી અને ઢીંચણ પર લગાવી સૂકાવા દો. તે બાદ તેને ગરમ પાણીથી સાફ કરો. તેને લગાવવાથી થોડાક દિવસોમાં કાળાશ ગાયબ થઇ જશે.

ચણાનો લોટ

1.5 ચમચી ચણાના લોટમાં 1 ચપટી હળદર, 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી દૂધ અને 1/3 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી કાળાશ વાળી જગ્યા પર લગાવો. તે બાદ ગરમ પાણીથી તેને સાફ કરી લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો