નાની-નાની સમસ્યાઓમાં ખૂબ જ કામ આવશે આ 9 ઘરેલૂ નુસખાઓ
ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફો માટે બેસ્ટ નુસખાઓ જણાવીશું. જે નાની-નાની તકલીફોમાં બહુ જ કામ આવશે.
-સફેદ ડુંગળીના રસનો, આદુનો રસ, શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને મિક્સ કરી રોજ સવારે એક મહિના સુધી લેવાથી નબળાઈની સમસ્યા દૂર થાય છે.
-જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મિક્સ કરી રૂથી દર્દવાળા દાંત પર લગાવો. તરત જ આરામ મળશે.
-કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
-ભોજન લીધા બાદ રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી અને સૂંઠનું ચુર્ણ 1 ચમચી ફાંકવાથી ઝાડામાં ફાયદો થાય છે.
-2 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાવી અડધો કલાક બાદ વાળ ધોવા. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.
-ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
-જરૂર પૂરતાં તમાલપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.
-ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.
– -હાથ-પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકી મધ સાથે થોડા દિવસ ખાવાથી કળતર દૂર થાય છે.
સ્ત્રી-પુરૂષ બંને માટે અતિકારગર ઉપાયો, જે ઝડપથી નબળાઈની સમસ્યાઓ કરશે દૂર
– 1-1 ચમચી મધ અને હળદરના પાઉડરને મિક્સ કરીને રેગ્યૂલર લેવાથી નબળાઇમાં ઝડપથી રાહત મળે છે.
– સવાર-સાંજ 2-4 કેળાંની સાથે એક ગ્લાસ દૂધ લેવાથી ફાયદો થાય છે.
– દાડમની છાલને સૂકવીને લો. રોજ સવાર-સાંજ 1-1 ચમચી ખાવાથી નબળાઇ દૂર થશે.
– આમળાના પાઉડરમાં સાકર મિક્સ કરીને પીસી લો. રોજ રાતે સૂતા પહેલાં એક ચમચી આ મિશ્રણ ખાઓ.
– 4-5 છુહારા, 2-3 કાજૂ અને 2 બદામને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો. તેમાં 2 ચમચી સાકર મિક્સ કરી રેગ્યલુર રાતે સૂતા પહેલા પીવો.
– ભોજન કર્યા બાદ 2 ચમચી ઘીમાં એક ચમચી મધ મિક્સ કરીને ખાઓ.
– એક ગ્લાસ દૂધમાં 1/4 ચમચી તજનો પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો.