ગુજરાતમાં વીજ કંપનીઓની મનમાની: જૂના મીટર બદલવાના બદલે મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને દંડ ફટકારવા માંડી
ગુજરાત સરકારની વીજ વિતરક કંપનીઓએ જ જૂના મીટર બદલવાના આદેશનું પાલન નથી કર્યું અને હવે વીજ જોડાણ ધરાવતા લોકોને આ કંપનીઓ મીટર બંધ હોવાથી બરાબર બિલ આવતાં નથી, એમ કહીને દંડ ફટકારવા માંડી છે. રાજ્યમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003માં કરવામાં આવેલી જોગવાઈના અનુસંધાને રાજ્યની વીજ વિતરક કંપનીઓએ ડિસેમ્બર 2010 સુધીમાં 1.20 કરોડ જેટલા વીજ જોડાણ ધારકોનાં જૂનાં મીટર બદલવાનાં હતાં, પરંતુ કંપનીઓની મનમાની અને બેદરકારીને કારણે આ મીટરો આજ સુધી બદલવામાં આવ્યાં નથી. હવે આ જ કંપનીઓએ જૂનાં મીટર હોવાથી બિલ ઓછું આવ્યું હોવાનું કહીને લોકોને દંડ ફટકારવા માંડ્યો છે. ગુજરાતમાં અંદાજે પાંચ લાખની આસપાસ લોકોનાં ઘરોમાં જૂનાં મીટરો લાગેલાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વીજ કંપનીઓએ જૂનાં મીટર બદલવામાં 11 વર્ષ બગાડ્યાં
રાજ્ય સરકારની જ વીજ કંપનીઓએ જૂનાં મીટર બદલવામાં બેદરકારી કરીને 11 વર્ષ જેટલો વિલંબ કર્યો અને હવે એકાએક જાગીને ગ્રાહકો પાસેથી સરેરાશ માસિક વીજ વપરાશ જોઈને તેનો બારથી ગુણાકાર કરી જે રકમ આવે એ રકમના બિલ ગ્રાહકોને ફટકારી રહી છે. વીજ બિલની રકમની બમણી રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે. માસિક 300 યુનિટનો વપરાશ ગણીને એના બિલ ગણીને એનાથી બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરિણામે, એક વીજ જોડાણ ધારકોને 50 હજાર 400 રૂપિયાથી વધુ રકમ ભરવાની આવી છે. ગુજરાતના વીજ ગ્રાહકો વીજ કંપનીઓની દયા પર જીવી રહ્યા હોય એવી સ્થિતિ છે.
ટોરેન્ટ પાવરે તમામ મીટરો બદલી નાખ્યાં
ઇલેક્ટ્રિસિટી એક્ટનો અમલ શરૂ થયો એ પછી ગુજરાતની ટોરેન્ટ પાવરે તમામ મીટરો બદલી નાખ્યાં છે. ટોરેન્ટ પાવર અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં અંદાજે 30 લાખ વીજ ગ્રાહકો ધરાવે છે. એની સામે 1.20 કરોડ વીજ ગ્રાહકો ધરાવતી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ આજની તારીખે 5 લાખથી વધુ મીટર બદલવાનાં બાકી છે. ગુજરાતમાં સરકારની જ વેબસાઈટ પર જ સ્ટાન્ડર્ડ પર્ફોર્મન્સના સેગમેન્ટમાં મૂકવામાં આવેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં 1 લાખ જેટલાં મીટર આજની તારીખે ફોલ્ટી છે. આ મીટરની જગ્યાએ વીજ વિતરણ કંપનીઓએ જૂનાં રિપેર કરેલાં મીટરો ગોઠવ્યાં છે અથવા તો નવાં મીટર મૂક્યાં છે.
કન્ઝ્યુમર ફોરમમાં પણ એક ગ્રાહકે અરજી કરી હતી
તાજેતરમાં જ જામનગરમાં એક ગ્રાહકે 52 હજાર 456 રૂપિયાનું બિલ ફટકાર્યું હતું. તેમનું ઘર બંધ હતું, તેમ છતાંય તેમને આ રકમનું બિલ આપવામાં આવ્યું હતું. તેમના બંધ ઘરમાં એક જ બલ્બ હોવા છતાંય આટલી મોટી રકમનું બિલ આપ્યું હોવાની ફરિયાદ થઈ હતી. આ વ્યક્તિ કન્ઝ્યુમર ફોરમમાં જતાં તેમને માનસિક પરિતાપ પહોંચાડવા બદલ 6 હજાર રૂપિયાનું વળતર આપવા વીજ કંપનીને ફરજ પાડવામાં આવી હતી.
સરકારી વીજ કંપનીઓમાં ફોલ્ટવાળા મીટર
કંપનીનું નામ | માર્ચ 2020 | માર્ચ 2021 |
PGVCL સિંગલ ફેઝ | 13912 | 10424 |
PGVCL થ્રી ફેઝ | 16456 | 7949 |
કુલ | 30368 | 18371 |
UGVCLસિંગલ ફેઝ | 4612 | 3943 |
UGVCLથ્રી ફેઝ | 943 | 2184 |
કુલ | 5564 | 6127 |
DGVCLસિંગલ ફેઝ | 26196 | 29196 |
DGVCLથ્રી ફેઝ | 11085 | 12911 |
કુલ | 31281 | 42107 |
MGVCLસિંગલ ફેઝ | 1272 | 9868 |
MGVCL થ્રી ફેઝ | 428 | 2816 |
કુલ | 1700 | 12684 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..