મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તો જાણો આવું કેમ કરવામાં આવે છે?
તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું કે શા માટે મૃત વ્યક્તિ આસપાસ અન્ય વ્યક્તિઓને રાખવામાં આવે છે.
માણસના મૃત્યુ પછી તેની જે કઈ પણ વિધિ કરવામાં આવે તેને અંતિમ સંસ્કાર કહેવાય છે. કોઈ મૃત વ્યક્તિ રાત્રે જો મૃત્યુ પામે તો રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરતા હોતા, ખાસ કરીને કોઈ મહિલાનું મૃત્યુ થઇ જાય તો તેને લક્ષ્મી ગણી ને રાત્રે તેના અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા. તેમના અંતિમ સંસ્કાર વહેલી સવારે કરવામાં આવે છે. અથવા બીજી તરફ જોઈએ તો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવાર જાણો કે દીકરા દીકરીઓ જયારે દુર હોય તો તે આવે નહિ ત્યાં સુધી મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોતા નથી.
અને જ્યાં સુધી તે લોકો ના આવે ત્યાં સુધી વ્યક્તિને રૂમમાં સુવરાવી દેવાય છે અને તેની આસપાસ બધી જ પવિત્ર વસ્તુઓ રખાય છે અને અલગ અલગ પ્રદેશની માન્યતાઓ મુજબ તેમની રીતરસમ પણ કરવામાં આવે છે. અને તેની બાજુમાં સગાવહાલા બેસેલા હોય છે.
હિંદુ પૌરાણિક માન્યતાઓ અનુસાર કહેવાય છે કે મૃત વ્યક્તિની આત્મા તે શરીરની આસપાસ જ રહેતી હોય છે. અમુક માન્યતા અનુસાર એમ પણ કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિનું બારમું એટલે કે પાનીઢોળ ના પતે ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા પરલોક નથી ગઈ હોતી અને તે મુજબ તેનું મૃત શરીર એ વખતે પ્રાણ વગરનું બની ગયું હોય છે. જેથી તેની આસપાસ પૂજાની વસ્તુઓ અને મનુષ્યોને રાખે છે કારણકે નહી તો મૃત શરીર આસપાસ અન્ય નકારાત્મક શક્તિઓ તેનો પ્રભાવ પાડતી હોય છે. અને અન્ય એક માન્યતા મુજબ એ મૃત શરીર પર બીજી શક્તિ તેનો પ્રભાવ કે અધિકાર ના કરી બેસે તે કારણે મૃત શરીરને હિન્દ માન્યતાઓ મુજબ એકલુ રાખવામાં નથી આવતું.
મૃત શરીર એ નાના બાળક જેવું કહેવાય છે, જેમ નાના બાળકને ગમે તે રમાડે તો તેને ખબર નથી હોતી કે કોણ આપણું પોતાનું હોય છે અને કોણ આપણું દુશ્મન, એવી જ રીતે મૃત વ્યક્તિના શરીરને પણ અન્ય શક્તિ કબજો મેળવી શકે એટલું પવિત્ર થઇ ગયું હોય છે એટલે તેને એકલું ના રાખી શકાય. આ માન્યતા હિંદુ ધર્મ અનુસાર છે.
અમુક લોકો પાણીઢોલ બારમાં દિવસની બદલે 9 દિવસે, 7 દિવસે કે 5 દિવસે પણ કરી નાખતા હોય છે, ઘણી વખત લોકો પોતાને સમય ના હોવાથી આમ કરતા હોય છે, અને ઘણી વખત અંતિમ ક્રિયા કરાવનાર પંડિત પણ આવું કરવા કહે છે જે હકીકતે હિંદુ ધર્મ અનુસાર ખોટું છે, આપના ૧૬ સંસ્કારો માંથી ગર્ભસંસ્કાર થી લઈને અંતિમ સંસ્કાર સુધી એક પધ્ધતિ અનુસાર રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..