મોરબીમાં કોમી એકતાના પ્રતીક સમા હિન્દૂ – મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા

કોમી એકતાના માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા : સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ નિકાહ પઢયા

મોરબીમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હિન્દૂ મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા.કોમી એખલાસભેર માહોલમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જોકે આ સમુહલગ્નને પ્રોત્સાહન આપવા હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતાની દીકરીએ પણ નિકાહ પઢયા હતા.

મોરબીના દરબાર ગઢ ખાતે આજે કોમી એકતાના સુંદર વાતાવરણમાં હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમાજના 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અહેમદ હુશેન બાપુ, માજી ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા,મહંત ભાવેશ્વરીબેન, દામજી ભગત,સહિતના બન્ને સમાજના મહાનુભવો અને મોટી સંખ્યામાં બન્ને સમાજના લોકો એકજ મંડપ નીચે એકત્ર થયા હતા અને એકજ મંડપ નીચે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિના મંત્રોચ્ચાર તેમજ કલમાં પઢાતા સમૂહ લગ્નનું સમગ્ર વાતાવરણ કોમી એકતા મય બની ગયું હતું.

આ સમૂહલગ્નમાં 17 હિન્દૂ અને 12 મુસ્લિમ સમાજના યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જોકે હિન્દૂ મુસ્લિમ સમૂહલગ્નના પ્રણેતા અહેમદ હુશેન બાપુની દીકરી આયેશાબાનુના પણ લગ્ન આ જ સમૂહ લગ્નમાં યોજાયા હતા.આ સમુહલગ્નમાં દીકરીઓને કરિયાવર રૂપે કિંમતી ભેટ સોગાદો આપવામાં આવી હતી.આ સમૂહ લગ્નને સફળ બનાવવા બન્ને સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Source – Morbiupdate

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો