વડોદરામાં લોન રિકવરીના નામે દાદાગીરી: હાઇવે પર ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે પીછો કરી અડધા રસ્તે ચાલકને રોકી રિકવરી ગેંગ તોડબાજી કરે છે, જો સોદો ન જામે તો વાહન સીઝ કરે
લોનના રિકવરી એજન્ટોની દાદાગીરીની ફરિયાદ આવશે તો કાર્યવાહી થશે તેવી વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્ય મંત્રીએ જુલાઇ માસમાં તાકીદ કરી હતી. જોકે વાસ્તવિકતા એ છે કે, કોરોનાકાળમાં વાહનના હપ્તા બાકી હોય અને તમે અમદાવાદ- સુરત વચ્ચેથી પસાર થઇ રહ્યા હોવ તો ચેતજો. વાસદ-દુમાડથી પાલેજના સાંસરોદ વચ્ચે દાદાગીરી કરીને કાર પડાવી લેતી ગેંગ સક્રિય બની છે. છથી વધુ સ્થળે કાર લઇને ઉભેલી ટોળકી કાર સહિતના વાહનનો નંબર જોઇને પીછો કરે છે અને ત્યારબાદ ગુંડાગીરી કરીને કાર સીઝ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચોંકાવનારી વાત તો એ છે કે, કારમાં મહિલા, બાળકો સહિતનો પરિવાર હોય તો પણ તેમને રસ્તામાં ઉતારી મૂકાય છે. આ ષડ્યંત્રમાં છેલ્લા 7 મહિનામાં 100થી વધુ કાર સહિતનાં વાહનો આંચકી લેવાયાં હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યાં છે. વાહન માલિક વડોદરાનો જ નહીં રાજ્યના કોઇપણ ખૂણાનો હોય કે પરપ્રાંતનો હોય તો પણ તેની કાર સીઝ કરી દેવાઇ છે. આવો જ કિસ્સો સુરતના પરિવાર સાથ બન્યો હતો.
કોરોના કાળમાં વેપાર-ધંધામાં થયેલી માઠી અસરને લઇને કાર લોન લેનારને 6 મહિનાનો મોરાટોરિયમ પિરિયડ અપાયો હતો. લોનના હપ્તા બાકી હોય તેવા વાહનમાલિકોને રાહત અપાઇ હતી. જોકે ત્યારબાદ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા માથાભારે તત્ત્વોને લોન બાકી હોય તેવાં વાહનો જપ્ત કરવાની કામગીરી સોંપાઇ છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતથી અમદાવાદ સુધીના હાઇવે પર થોડા થોડા અંતરે આવી ટોળકી કાર લઇને ઊભી હોય છે, જે કાર સહિતનાં વાહનોનો નંબર જોઇને પીછો કરી આંતરે છે. મોટાભાગના કિસ્સામાં પરિવાર સાથે નીકળેલા વાહનમાલિકને અડધા રસ્તે કાર લઇને રઝળતા કરી દેવાય છે. દર 10થી 20 કિલોમીટરના અંતરે રિકવરી ગેંગના નામે માથાભારે તત્ત્વો ડિફોલ્ટરોનું ચેકિંગ કરી રહ્યા છે.
કારને કરજણની ઓફિસે લઇ જઇ પરિવારને ત્યાં જ ઉતારી દઇ, કાર પોર પાસે આવેલા શ્રીરામ ઓટો મોલ ખાતે લઇ જવામાં આવી હતી.
કારને કરજણની ઓફિસે લઇ જઇ પરિવારને ત્યાં જ ઉતારી દઇ, કાર પોર પાસે આવેલા શ્રીરામ ઓટો મોલ ખાતે લઇ જવામાં આવી હતી.
હાઇવે આસપાસ સીઝ કરેલી કારને મૂકવા 15 ગોડાઉન આવેલા છે. છેલ્લા 7 મહિનામાં આ રીતે 100થી વધુ કાર સહિતનાં વાહનો સીઝ કરી લોકોને રસ્તે રઝળતા કરી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.કરજણ ટોલનાકા પર અગાઉ સુરતથી ડાકોર દર્શન કરવા જતાં પરિવારની તવેરા કારને રિકવરી ગેંગે અટકાવી હતી. કારમાં મહિલાઓ, બાળકો સહિત 8 જણા મુસાફરી કરી રહ્યાં હતાં. તમારા કારના 6 હપ્તા બાકી છે, તેમ કહી સીઝ કરવા દબાણ કર્યું હતું. વાહનમાલિક એક હપ્તો સ્થળ પર જ ચૂકવવાની તૈયારી બતાવી પગે પડી ગયો હતો. દર્શન કરીને કાર સોંપી દેશે તેવી તૈયારી બતાવી હતી, પરંતુ ગેંગે કરજણ સ્થિત ઓફિસે લઇ જઇ પરિવારના 8 સભ્યોને ત્યાં ઉતારી દીધા હતા અને કાર પોર પાસેના શ્રી રામ ઓટો મોલમાં મૂકાવી દીધી હતી.
પોર નજીક આવેલા શ્રીરામ ઓટો મોલમાં ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરાયેલા અને વેચાણ માટે આવેલા વાહનો હાલમાં રાખવામાં આવેલાં છે.
પોર નજીક આવેલા શ્રીરામ ઓટો મોલમાં ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરાયેલા અને વેચાણ માટે આવેલા વાહનો હાલમાં રાખવામાં આવેલાં છે.
આ ગેંગ ટોલનાકા પર જ રોજની 7 થી 8 કારને અટકાવે છે.કેટલાક લોકો પાસે તોડ કરાવી કાર છોડી મૂકે છે, જ્યારે અન્યની કાર સીઝ કરે છે. કોઇ વિરોધ કરે તો તેને માર મારી ગુંડાગીરી પણ કરે છે. રિકવરી ગેંગ હાઇવે પર રોડની સાઇડમાં કાર ઊભી રાખે છે. આ કારને આડી રાખવામાં આવે છે, જેથી ડિફોલ્ટરની કારનો સરળતાથી પીછો કરી શકાય. કારમાં 4 થી 5 શખ્સો બેઠા હોય છે. તેઓ સતત મોબાઇલ પર કારના નંબરોનું સર્ચ કરતા હોય છે. ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે તેનો પીછો કરી રસ્તામાં આંતરી કાર સીઝ કરે છે.
આ પોઇન્ટ પર દાદાગીરી
કરજણ ટોલનાકા
સાંસરોદ રોડ
આજવા રોડ
દુમાડ ચોકડી
વાસદ
પોર પાસે
વડોદરા આસપાસ 15 ગોડાઉનમાં સીઝ કરેલાં વાહનો મૂકાય છે
વડોદરાની આસપાસ 15 ગોડાઉન છે, જ્યાં ફાઇનાન્સ કંપની દ્વારા સીઝ કરેલી કાર મૂકી દેવાય છે. અમે ખેંચેલી કાર લેતા નથી. કંપની રિકવર કરે કે ગ્રાહક સેલિંગ માટે તૈયાર હોય તે જ ટુ વ્હીલરથી લઇને ટેન્કર સુધીના વાહન રાખીએ છીએ. – જિગ્નેશ પટેલ, ઇન્ચાર્જ, શ્રી રામ ઓટો મોલ
હજી સુધી કોઇ ફરિયાદ મળી નથી, મળશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે
રિકવરી કરવા આવતા લોકો પાસે બેંકની ઓથોરીટીનો લેટર હોય છે તેવી રજુઆત પોલીસ સમક્ષ કરાય છે. વાહનો પડાવી લીધાની હજી સુધી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જો કોઈ લેખિતમાં ફરિયાદ આપે તો કાર્યવાહી કરવામાં આવશે. – ડો. સુધીર દેસાઇ, ડીએસપી
જપ્તીના નામે અડધા રસ્તે વાહન ચાલકને રોકવા વિવાદિત કહેવાય
કાયદા પ્રમાણે વાહનની પ્રથમ માલિકી ફાઇનાન્સ કંપની કહેવાય. જોકે કંપની જપ્તી ફોર્સફુલી ન કરી શકે. વાહન જપ્તીની પ્રક્રિયા છે, જે પૂર્ણ કરી કલેક્ટર કે પોલીસને વચ્ચે રાખી વાહનની જપ્તી થઈ શકે. આ રીતે કારચાલકને રોકવા એ વિવાદિત કહેવાય.- હિતેશ ગુપ્તા, એડવોકેટ
ડભોઇના પૂડા ગામના રહીશને માર માર્યો હતો
15 એપ્રિલ, 2021 : ડભોઇના પૂડા ગામના દેવેન્દ્ર ફોગટભાઇ પાટણવાડિયા પત્ની સાથે ગામ જઇ રહ્યા હતા ત્યારે મિયાગામ ચોકડી એસ્સાર પેટ્રોલપંપ પાસે દક્ષેશ ઉર્ફે દશરથ સિંધાએ તેમને આંતર્યા હતા. તેણે અમે સીઝર છીએ, તારી ગાડીના હપ્તા બાકી છે, તેને સીઝ કરીએ છીએ. તેમણે એક જ હપ્તો બાકી હોવાનું કહેતાં દક્ષેશે તેના ભાઇ કરણસિંહ સિંધાને બોલાવતાં તેણે પત્નીની સામે દેવેન્દ્રને માર માર્યો હતો. ઘટનાની 19મીએ કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. રિકવરીના નામે ગુંડાગીરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આવા અનેક કિસ્સા બન્યા હોવાનું કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..