ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ મોડાસામાં 48-વાવમાં 47 ડિગ્રી, હજી 4 દિવસ એલર્ટ

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન મોડાસામાં નોંધાયું છે. ત્યારબાદ વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી બે દિવસ હીટવેવની આગાહી:

હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. લોકોને કામ વિના બપોરે ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાઈ છે.

ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર, મોડાસા 48 તો વાવ 47 ડિગ્રી સાથે ભઠ્ઠી બન્યું.

ગરમીના લીધે ઈમરજન્સી કેસ વધ્યા:

ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

AMCનો એક્શન પ્લાન

– શહેરના તમામ અર્બન સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી છે
– બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રખાશે અને પીવાના પાણીની વ્યવસ્થા કરાશે
– તમામ આંગણવાડીમાં ORS પેકેટ પહોંચાડવામાં આવશે

– એસ્ટેટ વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે
– હિટસ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી
– AMTSના તમામ બસ ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી.

– શહેરના તમામ BRTSના બસ સ્ટેન્ડ પર ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે
– શહેરમાં છ મોબાઈલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવી છે

શહેરીજનોને કાળઝાળ ગરમીથી બચવા કોર્પોરેશનની અપીલ

– વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું
– હળવા રંગના સુતરાવ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું
– નાના બાળકો, વૃદ્ધોએ અને ગર્ભવતી સ્ત્રીઓ ઘરેથી નીકળવાનું ટાળવું

ક્યા કેટલી ગરમી (બપોરે- 3.15 વાગ્યે)

શહેર તાપમાન
મોડાસા 48
વાવ 47
સુરેન્દ્રનગર 46
અમદાવાદ 45
ભૂજ 45
રાજકોટ 45
અમરેલી 44
કંડલા 44
આણંદ 43
ગાંધીનગર 43
વડોદરા 43

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો