કોરોના દર્દીની સારવાર કરનારા હેલ્થ વર્કર કપલની ભાવુક પળોની આ તસવીર જોઈને તમે પણ રડી પડશો
કોરોના વાયરસની સામે યુદ્ધના મેદાનમાં જો કોઈ સૌથી આગળ રહીને લડી રહ્યું છે, તો તે છે હેલ્થકેર પ્રોફેશનલ્સ. પોતાની ફરજ બજાવવા માટે તેઓ ઘણા બધા બલિદાનો આપી રહ્યા છે. પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને તેઓ લોકોને સ્વસ્થ કરવાની કામગીરી કરી રહ્યા છે. તેઓ આપણાં ફ્રંટલાઈન યોદ્ધા છે. થોડા દિવસ પહેલા જ એક ખબર આવી હતી કે જ્યારે એક ડૉક્ટર તેના બાળકને જુએ છે તો તે રડી પડે છે કારણ કે તે ઈચ્છા હોવા છતાં તેના બાળકને ભેટી શકે એમ નથી.
આ રીતે જ હવે એક મેડિકલ પ્રોફેશનલ કપલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. બંને કોરોના વાયરસ દર્દીની સારવાર કરી રહ્યા છે અને પ્રોટેક્ટિવ સૂટ ગિયરમાં દેખાઈ રહ્યા છે. બંને એકબીજાની નજીક છે અને તેમની વચ્ચેની આ ભાવુક પળો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને ઈન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુધા રમને શેર કરી છે. ફોટોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોટેક્ટિવ ગિયર પહેરવાને કારણે કપલ એકબીજાને માત્ર સ્પર્શ કરી શકે છે. આ તસવીરને જોતા ઈન્ટરનેટ યૂઝર્સ ખૂબ ભાવુક થઈ ગયા છે. ઘણાં લોકો હેલ્થકેર પ્રોફેશનલ્સના ત્યાગ અને ડ્યૂટી પ્રત્યે તેમની ફરજની પ્રશંસા કરી રહ્યા છે.
To all the Health care personnels across the globe.. Salutes and 👏👏👏👏👏👏👏👏👏👏 on
#WorldHealthDay
This picture of a couple who work day & night to fight COVID speaks volumes. They can touch each other only when they are in the protective gears. #COVIDWarriors #Inspiration pic.twitter.com/0knAjBJLXN— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) April 7, 2020
આ તસવીરથી એક વાત તો માલૂમ પડી ગઈ કે, દુનિયાભરના મેડિકલ પ્રોફેશનલ જ આ સંકટના સમયમાં ખરા યોદ્ધા છે અને તેમને કોઈપણ પરિસ્થિતિમાં પૂરેપૂરુ સન્માન મળવું જોઈએ. એવા સમયમાં જ્યારે લોકો પોત-પોતાના ઘરોમાં બંધ થઈને પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે, ત્યારે આપણા આ યોદ્ધાઓ મેદાન-એ-જંગમાં કોરોના વાયરસને માત આપવામાં લાગ્યા છે.
જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5700થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 150થી વધારે લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કુલ 540 મામલા સામે આવ્યા છે. દેશમાં હાલામાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. લોકડાઉનને આગળ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનને આગળ વધારવાના સંકેત પણ આપ્યા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..