વિઠ્ઠલભાઈ ને હોસ્પિટલમાં 3 મહિના પુરા, તબિયતમાં ક્રમશઃ સુધારો
પોરબંદર ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મણકાના ઓપરેશન પછી ઉદભવેલી ફેફસા સહિતની તકલીફના નિવારણ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ત્રણ મહિનાથી સારવાર હેઠળ છે ત્યાં તેમની તબિયતમાં ધીમો છતાં આશાસ્પદ સુધારો દેખાતો હોવાનું જાણવા મળે છે.
વિઠ્ઠલભાઈને વેલ્ટીલેટર પરથી સંપૂર્ણ હટાવી હાલ આઈ.સી.યુ. માં સારવાર આપવામાં આવી રહી છે શરીરના અંગો માં ફરી સંવેદના આવવાની શરૂઆત થઇ છે. તેમને ફરી સંપૂર્ણ સભાન અવસ્થામાં લાવવા માટે ડોક્ટરોના પ્રયાશો ચાલુ છે તબિયતમાં ક્યારેક સ્થિરતા અને ક્યારેક સુધારો જોવા મળે છે. હોસ્પિટલમાં તેમના દીકરા લલિત રાદડિયા અને ભાણેજ પી.સી.સાવલિયા વગેરે ખડે પગે છે. અગાઉ પ્રમાણમાં તેમેની તબિયત માં થઇ રહેલા સુધારાને ડોક્ટરોએ સારી નિશાની ગણાવી એકાદ અઠવાડિયા પછી આઈ.સી.યુ. માંથી બહાર લાવી શકાય તેવી આશા રાખી રહ્યા છે.
વિઠ્ઠલભાઈ ના સેંકડો ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાથના કરી રહ્યા છે..