અનેક રોગોમાં રામબાણ છે હળદર, રોજ આ 1 નાનકડો ઉપાય કરશો તો નહીં થાય કોઈપણ ગંભીર રોગ, મળશે 12 જબરદસ્ત ફાયદા

હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ચાલો જાણીએ તેના ઉપાય અને લાભ.

આ ઉપાય અનેક તકલીફો કરશે દૂર
આયુર્વેદમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન, ડાયટરી ફાયબર, નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.

આ છે હળદરના બેસ્ટ ફાયદા

દરરોજ સવારે ખાલી પેટે 1/4 ચમચી હળદર નવશેકા પાણી સાથે ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.

હળદરમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જે ઈમ્યૂનિટી વધારે છે. તેનાથી શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શન થતું નથી.

કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.
મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણી સાથે અડધી ચમચી હળદર પાઉડર ફાંકી જવાની વજન ઘટે છે.
સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.
વાળમાં કે શરીરમાં ખંજવાળ, શીળસ અથવા કોઈ પણ એલર્જીમાં હળદર દૂધ સાથે પીવાથી ખંજવાળ મૂળમાંથી મટે છે.

હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે.
સતત ખાંસી આવતી હોય તો હળદરની નાની ગાંઠને મોંમાં રાખીને ચુસો. તેનાથી ખાંસી આવતી બંધ થશે.

જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

સ્કિન પર કરચલીઓ પડવા પર હળદરની પેસ્ટ ચહેરા પર લગાવો. રેગ્યુલર ડાયટમાં તેનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. હળદરમાં એન્ટીએજિંગ તત્વ હોય છે. જે સ્કિનનો ગ્લો વધારે છે. 1/4 ચમચી હળદરમાં કાચું દૂધ અને ચણાનો લોટ મિક્ષ કરી ચહેરા પર લગાવો.

હળદરમાં રહેલી એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઓસ્ટિયોઆર્થ્રાઈટિસ અને રુમેટોઈડ આર્થ્રાઈટિસથી બચાવે છે. તેનાથી સાંધાઓના દર્દમાં આરામ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો