ઉનાળામાં ભૂલ્યા વિના ખાજો તાંદળજાની ભાજી, પેટની ગરમી કરે છે દૂર, ઈમ્યૂનિટી વધારવાથી લઈ રોગોને રાખે છે દૂર, મળશે જબરદસ્ત ફાયદા
માત્ર શિયાળામાં જ નહીં પરંતુ ઉનાળામાં પણ ભાજી ખાવી જોઈએ. જી હાં, ઉનાળામાં મળતા તાંદળજાની ભાજી ઔષધ સમાન છે. ચાલો જાણી લો તેના ફાયદા.
તાંદળજાની ભાજીમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. જે આપણા શરીરની ઈમ્યૂનિટી વધારે છે અને સંક્રમણનો ખતરો પણ ઓછો કરે છે. કોરોના કાળમાં ડોક્ટરો પણ પ્રોટીન અને વિટામિન સી લેવાની સલાહ આપે છે. એવામાં કોવિડ-19ના સમયમાં તાંદળજાની ભાજીનું સેવન બેસ્ટ છે.
તાંદળજાની ભાજી ખાવાથી શરદી-ખાંસીમાં પણ રાહત મળે છે. તેમાં રહેલાં તત્વો રોગ પ્રતિકારક વધારે છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરદી-ખાંસીની સમસ્યાથી બચાવે છે.
તાંદળજાની ભાજી ઉનાળાની સીઝનમાં વધારે જોવા મળે છે. તાંદળજાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી ઉનાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. સાથે જ આ ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.
તાંદળજાની ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે. તેથી જ આ ઋતુમાં તાંદળજાની ભાજી જરૂર ખાવી જોઈએ. તાંદળજામાંથી ભરપૂર વિટામિન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં કેલરી પણ ઓછી માત્રામાં હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
ભાજીમાં ફાયબર સારી માત્રામાં હોય છે. તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. આ સાંધાઓના દર્દમાં આરામ આપે છે.
પેટની ગરમીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યા થાય છે. જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે.
એસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે છે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે છે.
કઇ કઇ તકલીફોમાં ઉપયોગી?
ઝેરી તત્વોનો નિકાલઃ એ શરીરમાંની બગડેલી અને દૂષિત થયેલી રક્તધાતુને સુધારનારી છે. પારો કે બીજી અન્ય ધાતુ ખાવાથી શરીરમાં તમામ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે ત્યારે જો તાંદળજાની ભાજી રોજ ખવડાવવામાં આવે તો શરીરમાં થયેલા મેટલ પોઇઝનિંગને એ સરળતાપૂર્વક ૪-૮ દિવસમાં બહાર કાઢી નાખે છે. શરીરની ગરમીમાં જૂનામાં જૂના તેમ જ હઠીલામાં હઠીલા રોગો આ તાંદળજાની ભાજીના સેવનથી મટે છે.
તાંદળજાનું સંસ્કૃતમાં વિષઘ્ન નામ છે અને એટલે જ લગભગ બધાં વિષ માટે તાંદળજો સસ્તો, સરળ અને અસરકારક ઇલાજ છે. વીંછીના વિષ પર તથા સોમલના વિષના ઉતાર માટે તાંદળજાનો રસ સાકર નાખી પીવડાવવો. તાંદળજાના રસમાં સાકર નાખીને મૂળના કલ્કમાં કાળાં મરી નાખીને પીવડાવવાથી તમામ સ્થાવર તથા જંગમ વિષ દૂર થાય છે. આવા સમયે દરદીને તાંદળજાની ભાજી ખૂબ ખવડાવવી જોઇએ.
• લોહીશુદ્ધિઃ ગરમીને કારણે થતા રક્તના વિકારમાં જ્યારે શરીરમાં સખત ચળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ બાફેલી ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.
• સ્ત્રીરોગોઃ સ્ત્રીઓના રોગોમાં પણ તાંદળજાની ભાજી અત્યંત ઉપયોગી છે. તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે આપવાની સ્ત્રીઓને થતો અત્યાર્તવ (વધુ માસિક આવવું), ગર્ભનું ગળવું તેમ જ એનો યોગ્ય વિકાસ ન થતો હોય, ગર્ભસ્ત્રાવ થયો હોય, રક્ત તેમ જ શ્વેત પ્રદર અને પેશાબમાં થતી બળતરા પણ મટે છે. પ્રસવોત્તર માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો એ માતાનું ધાવણ વધારે છે.
• સુપાચ્યઃ તાંદળજાના લઘુ હલકા ગુણને કારણે એ શરીરમાં સહજતાથી પચી જાય છે. આથી બાળક, દુર્બળ, વૃદ્ધ જ નહીં, સ્વસ્થ વ્યક્તિ માટે આ અત્યંત હિતકારી છે. તાંદળજો એક શ્રેષ્ઠ પથ્ય ભાજી અને અનેક રોગોનું એક સસ્તું, સુલભ અને સચોટ ઘરગથ્થુ ઔષધ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..