મધની સાથે કરો ઈલાયચીનું સેવન, ઈમ્યૂનિટી થશે મજબૂત સાથે જ અન્ય લાભ પણ થશે

ઈલાયચીનું સેવન કરવાની સલાહ ડોક્ટરો દ્વારા પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની સારવારમાં કાવાનું સેવન પણ લોકો કરી રહ્યા છે, જેની સામગ્રીમાં ઈલાયચી પણ સામેલ છે. જેનાથી રોગ પ્રતિકાત્મકરક્ષમતા મજબૂત થવાની સાથે-સાથે કોરોના વાયરસના સંક્રમણથી જલ્દીથી જલ્દી ઠીક થવામાં મદદ પણ મળે છે. જો ઈલાયચીનું સેવન મધની સાથે કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને લગતા અન્ય લાભ પણ થાય છે. જાણો તેના વિશે વિગતવાર.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઈમ્યૂનિટી થશે મજબૂત

રોગ પ્રતિકારકક્ષમતા મજબૂત બનાવવા માટે ઈલાયચીનું સેવન ફાયદાકારક છે. આટલું જ નહીં, શરદી, ઉધરસ અને તાવની સમસ્યાને ઠીક કરવા માટે આ પ્રભાવીરુપથી કારગર સાબિત થાય છે. જ્યારે ઈલાયચીને શેકીને મધ સાથે તેનું સેવન કરવામાં આવે તો તે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા તરફ કામ કરે છે.

કેન્સરના જોખમને ઓછું કરે

મધ અને ઈલાયચીમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. આ એવો ગુણ છે જે શરીરમાં બની રહેલા કેન્સરના સેલ્સને વિકસિત થતા રોકે છે અને કેન્સરના જોખમને ઘણા ગણું ઓછું કરી દે છે. આ જ કારણથી જો તમે ઈલાયચી અને મધનું એકસાથે સેવન કરો છો, તો તેનાથી કેન્સરની સમસ્યાને દૂર કરવામાં મદદ મળી શકે છે.

મોંની દુર્ગંધથી છુટકારો

મોંની દુર્ગંધથી ઘણા લોકો પરેશાન હોય છે. જેને બેડ બ્રીધ પણ કહેવાય છે. ઈલાયટીમાં એવા ઔષધીય ગુણ હોય છે જેને ચાવીને ખાવામાં આવે તો મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. આ સિવાય મધની સાથે તેનું સેવન કરવાથી ઓરલ હેલ્થ મેન્ટેન બનાવી રાખવામાં મદદ મળે છે.

હૃદય રહેશે રોગમુક્ત

હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેની ચપેટમાં આવવાના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ખાવા-પીવાની ખરાબ આદતો પણ તમને હૃદય રોગનો શિકાર બનાવી દે છે. ઈલાયચી અને મધનું એકસાથે સેવન કરવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વો હૃદયને મજબૂત બનાવે થે અને તેનાથી બીમારીઓની ચપેટમાં આવવાથી બચાવી રાખવાનું કામ કરે છે.
પાચનતંત્ર સારુ રહેશે

પાચનક્રિયાને મેન્ટેન રાખવા માટે ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ સિવાય જો તમે ઈલાયચી અને મધનું એકસાથે સેવન કરો છો તો પાચનક્રિયાને સારી બનાવી રાખવામાં તમને ઘણી મદદ મળી શકે છે. ઈલાયચી અને મધ પણ પાચન ક્રિયા માટે જરૂરી પોષક તત્વ ફાઈબરનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો