શિયાળામાં આરોગ્ય સાચવવુ હોય તો કોબીજ ખાવાનું રાખજો, સ્વાદીષ્ટ હોવાની સાથે શરીર માટે છે ખૂબ જ ગુણકારી, જાણો અને શેર કરો
શિયાળાની સિઝનમાં માર્કેટમાં ફ્રેશ લીલા પાંદડાવાળી શાકભાજી મળે છે. આ સ્વાદીષ્ટ થવાની સાથે આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. કોબીજ તેમાંથી જ એક શાકભાજી છે.
કોબીજને ડાયટમાં રાખવાથી બિમારીઓ રહેશે દૂર
પોષક તત્વોથી ભરપૂર આ કોબીજને ડાયટમાં રાખવાથી ઘણી બિમારીઓ દૂર રહે છે. સામાન્ય રીતે તેને સલાડ અથવા ચાઈનીઝ ડીશનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શિયાળાની સિઝનમાં તાજી કોબીજનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને સાથે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આજે અમે તમને જણાવીશું કે કોબીજ ખાવાથી તમને આરોગ્ય સંબંધી કયા કયા લાભ થઇ શકે છે.
સોજો ઓછો થાય છે
શિયાળાની સિઝનમાં ઘૂંટણ અને સાંધાનો દુ:ખાવો થવો સામાન્ય વાત છે. કેટલાંક મામલામાં ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. કોબીજમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. જો તમને દૂધ પસંદ નથી તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
એક કપ પાકેલી કોબીજમાં 33 કેલેરી હોય છે, જે વજનને વધવા દેતુ નથી. કોબીજનું સૂપ પીવાથી માથાને ઉર્જા મળે છે. આ સાથે શરીરમાં જમા થયેલી ફેટને ઓછુ કરી નાખે છે.
આંખો માટે ફાયદાકારક
કોબીજનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બીટા કેરોટીન વધી જાય છે. જે આંખો માટે ફાયદાકારક છે. જેનાથી આંખો સારી રહે છે અને મોતિયાનું જોખમ પણ ઘટી જાય છે.
ઈમ્યુનિટી વધારવામાં સહાયક
કોબીજમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. જેમાં રહેલુ વિટામિન સી એવા રેડિકલ્સને બહાર કાઢે છે, જે તમને કોઈ પણ બિમારીનો શિકાર બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..