રોજ આ વસ્તુનું સેવન કરશો તો લોહી શુદ્ધ થશે, પેટના રોગો મટશે અને નબળાઈ દૂર થઈ જશે, જાણો અને શેર કરો
આયુર્વેદમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. એવી જ એક વસ્તુ છે ગોળ. ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જાણો તેના બેસ્ટ ઉપાય અને લાભ.
ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે. રોજ ચામાં ખાંડની જગ્યાએ ઓર્ગેનિક ગોળ નાખીને પીવાથી વજન વધતું અટકે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ખાવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવું નહીં. હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 10 ગ્રામ ગોળ ખાવો જોઈએ.
માઈગ્રેન
સફેદ તલમાં અડધી ચમચી ગોળ મિક્ષ કરીને પીસી લો. પછી તેમાં દૂધ મિક્ષ કરી કપાળ પર લગાવવાથી માઈગ્રેનમાં રાહત મળે છે.
કમળો
ગોળ અને સૂંઠ મિક્ષ કરીને ખાવાથી કમળામાં ફાયદો થાય છે.
કબજિયાત
રોજ 1 ગ્લાસ દૂધ અથવા પાણીમાં ગોળ મિક્સ કરીને પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. પેટના રોગો મટે છે.
અસ્થમા
પાણીમાં એક ચમચી આદુનો રસ, તુલસીના પાન અને ગોળ મિક્ષ કરી ઉકાળીને ઠંડુ થયા બાદ પીવો. અસ્થમામાં ફાયદો થશે.
પીરિયડ્સ પ્રોબ્લેમ
રોજ એક ચમચી ગોળ ખાવાથી પીરિયડ્સ સંબંધી પ્રોબ્લેમ્સમાં આરામ મળે છે.
નબળાઈ
કાળા તલમાં ગોળ મિક્ષ કરીને તેના લાડુ બનાવીને ખાવાથી નબળાઈની સમસ્યા દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..